વલસાડ : ચેન સ્નેચિંગના 7 ગુન્હાઓને અંજામ આપતા 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ, 2 બંદૂક સહિત 4 કારતૂસ જપ્ત...

ચેન સ્નેચિંગની ઘટનાઓમાં સક્રિય 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓએ છેલ્લા એક મહિનામાં વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશમાં કુલ 7 ગુનાઓને અંજામ આપ્યો

New Update
  • શહેર તથા જિલ્લામાં વધતાં ચેન સ્નેચિંગના બનાવો

  • ઘટનાઓમાં સતત વધારો નોંધાતા પોલીસ બની સક્રિય

  • ચેન સ્નેચિંગને અંજામ આપનાર 2 શખ્સોની ધરપકડ

  • ભિલાડ ચેકપોસ્ટ પાસેથી આરોપીઓને ઝડપી લેવાયા

  • વલસાડ પોલીસે 2 બંદૂક સહિત 4 કારતૂસ જપ્ત કર્યા

વલસાડ શહેર તથા જિલ્લામાં ચેન સ્નેચિંગની ઘટનાઓમાં સતત વધારો નોંધાતા પોલીસ સક્રિય બની હતી. જેમાં ચેન સ્નેચિંગને અંજામ આપનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ પોલીસે ચેન સ્નેચિંગની ઘટનાઓમાં સક્રિય 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓએ છેલ્લા એક મહિનામાં વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશમાં કુલ 7 ગુનાઓને અંજામ આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કેઆરોપીઓ ઉત્તર પ્રદેશની જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતાઅને ત્યારબાદ ગુજરાતમાં ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપવા માટે વલસાડ આવ્યા હતા.

તાજેતરમાં તિથલ રોડ પર રાત્રે ચાલવા નીકળેલી 2 મહિલાઓ પૈકી એક મહિલાની સોનાની ચેન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકેસતર્ક મહિલાએ ચેન પકડી રાખતા આરોપીઓ માત્ર અડધી ચેન લઈને ભાગી છૂટ્યા હતા. જેમાં વલસાડ સીટી પોલીસેCCTV ફૂટેજટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી.

આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કેતેઓ લગ્ન સિઝન દરમિયાન વિશેષ સક્રિય થતા હતાઅને લગ્ન પ્રસંગો તથા સગાઈ સમારંભમાં જતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા.

આરોપીઓ પાસેથી 2 કટ્ટા અને 4 રાઉન્ડ કારતૂસ પણ મળી આવ્યા છે. આ ગેંગે છેલ્લા એક મહિનામાં 2 બાઈક ચોરી અને 2 ચેન સ્નેચિંગ સહિતના ગુન્હા આચર્યા હતા. વલસાડLCB અનેSOG પોલીસે ભિલાડ ચેકપોસ્ટ પાસેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતાઅને ટ્રાન્સફર વોરંટ દ્વારા તેમનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.