વલસાડ: જમીન બાબતે થયેલ માથાકૂટમાં પોલીસે રાયોટિંગના ગુના હેઠળ 4 આરોપીની કરી ધરપકડ

ગેરકાયદેસર દબાણ બાબતે થયેલ મારામારીના ગુના પોલીસે રાયોટિંગના ગુના હેઠળ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વલસાડ: જમીન બાબતે થયેલ માથાકૂટમાં પોલીસે રાયોટિંગના ગુના હેઠળ 4 આરોપીની કરી ધરપકડ
New Update

વલસાડના અબ્રામા ધરમપુર રોડ પર ગેરકાયદેસર દબાણ બાબતે થયેલ મારામારીના ગુના પોલીસે રાયોટિંગના ગુના હેઠળ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને અબ્રામા વિસ્તારના માજી નગરપાલિકા સભ્ય વિનોદ ઉર્ફે કામલી વિજય શર્માએ વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે શહેરના અબ્રામા ધરમપુર રોડ ઉપર વૃંદાવન સોસાયટીમાં સર્વે નંબર 171 / 172 વાળી સરકારી જમીન આવેલી છે. આ જમીન ઉપર અટક પારડી ગામનો ડેપ્યુટી સરપંચ અને મહાકાળી અન્નક્ષેત્ર નામ હેઠળ સેવા કાર્ય કરતો ભરત ભરવાડ રહે ધરમપુર ચોકડી સાઈબાબા મંદિર પાછળ ગેરકાયદેસર રીતે કબજો જમાવતા જે બાબતે વલસાડ મામલતદાર કચેરીમાં લેખિત ફરિયાદ કરી હતી.તે આધારે અધિકારીઓ તપાસમાં ગયા હતા તે દરમિયાન ભરત ભરવાડે અધિકારીઓ સાથે ગાળા ગાળી કરી ઝઘડો કરતા તેવો ચાલી ગયા હતા ત્યારબાદ વિનોદ ઉર્ફે કામલી સાથે ગાળા ગાળી કરી લાકડા વડે ઢોર માર માર્યો હતો. જે અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં ભરત દેવાભાઈ મેર ઉર્ફે ભરત ભરવાડ સહિત 18 જેટલા અજાણ્યા ઇસમો સામે વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી ૪ આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દેતા માલધારી સમાજમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જે અંગેની તપાસ પોલીસે હાથ ધરી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Valsad #police arrested #arrested #land #charge #rioting #18 accused
Here are a few more articles:
Read the Next Article