વલસાડ : મહિલા બેંક માંથી 5 કરોડથી વધુની લોન ફ્રોડમાં ભેજાબાજની ધરપકડ કરતી પોલીસ

ગુજરાત | સમાચાર,વલસાડમાં મહિલા બેંક સાથે પાંચ કરોડથી વધુની લોન છેતરપિંડીના ભેજાબાજ આરોપીને સીટી પોલીસે  મહારાષ્ટ્ર પોલીસની મદદથી ઝડપી પાડ્યો હતો

New Update

વલસાડમાં મહિલા બેંક સાથે લોનમાં છેતરપિંડીનો મામલો 
ભેજાબાજે રૂપિયા 5 કરોડથી વધુની લોનમાં કરી છેતરપિંડી
છેતરપિંડીમાં પૂર્વ મેનેજર સહિત 11 લોકોની સંડોવણી
મુખ્ય ભેજાબાજની પોલીસે મહારાષ્ટ્રથી કરી ધરપકડ
કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર   

વલસાડમાં મહિલા બેંક સાથે પાંચ કરોડથી વધુની લોન છેતરપિંડીના ભેજાબાજ આરોપીને સીટી પોલીસે  મહારાષ્ટ્ર પોલીસની મદદથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ બેંકના મેનેજર સાથે સાંઠગાંઠ કરી લોન મંજૂર કરાવીને છેતરપિંડી આચરી હતી.પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

વીઓ:
વલસાડની મહિલા બેંકમાં ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના ગેરકાયદેસર રીતે લોન મંજૂર કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બેંકના મહિલા ડિરેક્ટરોએ કૌભાંડ પકડી પાડ્યા બાદ વલસાડ સીટી પોલીસ મથકે મહિલા બેંકમાં પૂર્વ મેનેજર સહિત સંડોવાયેલા 11 ઈસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ  કેસમાં પોલીસ ધરપકડથી ભાગતા ફરતા આરોપી બાબુ જયેશ ઠાકુરને મુંબઈના નાગપાળાની એક હોટલમાંથી વલસાડ પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્ર પોલીસની મદદથી ઝડપી પાડ્યો હતો. અને વલસાડ કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.વલસાડની મહિલા બેંકના ડિરેકરોએ થોડા સમય પહેલા મહિલા બેંકના ડિફોલ્ડરો સાથે વાતચીત દરમ્યાન અને ડિફોલ્ટરોની મંજૂર થયેલી લોનના કાગળો ચેક કરતા મહિલા બેંકના પૂર્વ મેનેજર સોહમ દેસાઈ તેમના સાગરીતો સાથે મળીને ખોટા દસ્તાવેજી કાગળો તૈયાર કર્યા હોવાનું બહાર આવ્યું હતું. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની જાણ બહાર બેંકના પૂર્વ મેનેજરે લોન મંજુર કરી બેંક સાથે કુલ 5 કરોડ જેટલી છેતરપિંડી આચરી હતી. અને બેંકના ઓફિસરે વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તે કેસમાં પોલીસ ધરપકડથી ભાગતા ફરતા બાબુ જયેશ ઠાકુર મહારાષ્ટ્રના મુંબઈના નાગપાળા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હોવાની બાતમી વલસાડ પોલીસની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને નાગપાળાની એક હોટલમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસે આરોપીની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા તે વલસાડની મહિલા બેંકના 5 કરોડ થી વધુ છેતરપિંડી કેસમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. વલસાડ સીટી પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા વલસાડ કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

Read the Next Article

વલસાડ : રેલવે સ્ટેશન પર ભીક્ષુક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર કુલીની GRP પોલીસે ધરપકડ કરી...

બાળકી રેલવે સ્ટેશનના બાથરૂમમાં ગઈ ત્યારે રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતો ઈસમ તેની પાછળ જઈ લોભામણી લાલચો આપી નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો

New Update
  • રેલવે સ્ટેશન પર ભીક્ષુક પરિવાર સાથેની ઘટના

  • 9 વર્ષીય બાળકી સાથે કરાયા શારીરિક અડપલાં

  • વેઇટિંગ રૂમના બાથરૂમમાં બાળકીને અડપલાં કર્યા

  • બાળકીએ બૂમાબૂમ કરતાં મામલો બહાર આવ્યો

  • GRP પોલીસે કુલીની ધરપકડ કરી કાર્યવાહી આદરી

વલસાડ રેલવે સ્ટેશન પર ભીક્ષુક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર કુલીનીGRP પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્ટેશન પર ભટકતું જીવન વિતાવતા ભીક્ષુક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે કુલીએ શારીરિક અડપલાં કર્યા હતા. બાળકી પ્લેટફોર્મ નં. 1 પર વેઇટિંગ રૂમના બાથરૂમમાં ગઈત્યારે રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતો ઈસમ તેની પાછળ જઈ લોભામણી લાલચો આપી નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ બાળકીના શરીરે હાથ ફેરવી તેણી સાથે અડપલાં કર્યા હતા. જોકેસજાગ બાળકીએ વેઇટિંગ રૂમમાંથી બહાર દોડી આવી બૂમાબૂમ કરતાં સમગ્ર ઘટના બહાર આવી હતી.

બાળકીની બૂમો સાંભળી તેના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા પરિવારે તરત જ વલસાડGRPને જાણ કરી હતી.GRP પોલીસની ટીમે આરોપી યુવકની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી હતી. પોલીસે વેટિંગ રૂમનાCCTV ફૂટેજ મેળવી ઘટના સ્થળનું પંચનામું કરી આરોપી અને બાળકીનું મેડિકલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે. જોકેઆ ઘટનાએ રેલવે સ્ટેશન પર મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચાનો વિષય બનાવ્યો છેત્યારે હાલ તોવલસાડ સ્ટેશન પર આ પ્રકારની ઘટના અંગે લોકો કુલી પર ચોમેરથી ફિટકાર વરસાવી રહ્યા છે.