પોલીસના ઓપરેશન HUNTની સફળતા
મોસ્ટ વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા
જુદા જુદા રાજ્યોમાંથી આરોપીઓની ધરપકડ
40 વર્ષથી આરોપીઓ હતા ફરાર
ત્રણ મહિનામાં 112 આરોપીઓ ઝડપાયા
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન હન્ટ હેઠળ છેલ્લા ત્રણ મહિનોઓથી ગંભીર ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં 112 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન હન્ટ હેઠળ છેલ્લા ત્રણ મહિનોઓ થી ગંભીર ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.વર્ષોથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ દેશભરના જુદા જુદા રાજ્યોમાં પડાવ નાખ્યો હતો. ઓપરેશન હન્ટ અંતર્ગત છેલ્લા ત્રણ મહિનામાં અત્યાર સુધી 110 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલાની આગેવાની માં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત વર્ષોથી પોલીસ ચોપડે વોન્ટેડ બોલાતા આરોપીઓને ઝડપી લેવામાં આવી રહ્યા છે.
દેશભરના વિવિધ રાજ્યોમાં વલસાડ જિલ્લા પોલીસની 20 થી વધુ ટીમોએ પડાવ નાખ્યો હતો.આ અંતર્ગત 112 મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે.પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં લૂંટ, ધાડ, દુષ્કર્મ, ચોરી, આર્મ્સ એક્ટ, એનડીપીએસ ,કોન્ટ્રાક્ટ કિલિંગ, હત્યા સહિતના ગંભીર ગુનાઓના વોન્ટેડ આરોપીઓનો સમાવેશ થાય છે.પોલીસે અત્યાર સુધી એક બે વર્ષથી લઈને 40 વર્ષથી ફરાર એવા વોન્ટેડ આરોપીઓને ઝડપી તેમને સળિયા પાછળ ધકેલી દીધા છે.અને હજુ પણ વલસાડ જિલ્લા પોલીસનું ઓપરેશન હન્ટ ચાલી રહ્યું છે.વલસાડ જિલ્લા પોલીસની ટીમ દેશભરમાં પણ તપાસ કરી રહી છે. અને આવનાર સમયમાં પણ હજુ આ ઓપરેશન હન્ટ અંતર્ગત વધુ આરોપીઓ ઝડપાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.