વલસાડ : રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાના વિરોધમાં વિવિધ સંગઠનોમાં રોષ...

જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને તેમના જ ઘરમાં ઘુસીને 2 જેટલા ઈસમોએ ગોળી મારી હત્યા કરી હતી

New Update
વલસાડ : રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાના વિરોધમાં વિવિધ સંગઠનોમાં રોષ...

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની રાજસ્થાનના જયપુરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવતા વલસાડ ખાતે રાજપૂત સમાજ, ક્ષત્રિય કરણી સેનાએ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

રાજસ્થાનના જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને તેમના જ ઘરમાં ઘુસીને 2 જેટલા ઈસમોએ ગોળી મારી હત્યા કરી હતી. જેને લઈ સમગ્ર રાજસ્થાન અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વલસાડ ખાતે રાજપૂત સમાજ, ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને આદિવાસી સમાજના લોકો એકઠા થઈ વલસાડના કલ્યાણ બાગ ખાતેથી રેલી યોજી ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કરી વહીવટી તંત્રને આવેદન પત્ર આપ્યું હતું. ક્ષત્રિય સમાજના સમર્થનમાં વલસાડ જિલ્લાનો આદિવાસી સમાજ પણ જોડાયો હતો. ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્ય અને આદિવાસી આગેવાન પણ આ રેલીમાં જોડાય સમર્થન આપ્યું હતું. રાજપૂત સમાજ, ક્ષત્રિય કર્ણીસેના, રાષ્ટ્રીય રાજપૂત કર્ણીસેના અને આદિવાસી સમાજ દ્વારા હત્યારાઓને ફાંસી આપવા અને એન્કાઉન્ટર કરવાની માંગ કરવામાં આવી હતી.

Latest Stories