વલસાડ : નીતિ વિષયક વહીવટી માંગોને લઈ મહેસુલ કર્મચારીઓની હડતાળ, અજરદારોને હાલાકી...

મહેસુલ કર્મચારીઓએ વલસાડ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી પોતાની માંગો પૂરી કરવા સૂત્રોચાર કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મહેસુલી કર્મચારીઓ કેટલીક નીતિ વિષયક વહીવટી માંગોને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા.

New Update
  • જિલ્લા મહેસુલ કર્મચારી મંડળ હડતાળ પર ઉતર્યું

  • પોતાની પડતર માંગોને લઈને હડતાળનું આયોજન

  • હડતાળના પગલે કેટલીક સેવાઓને થઈ છે અસર

  • કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું

  • હડતાળના પગલે અજરદારોને ધક્કો ખાવાની નોબત 

વલસાડ જિલ્લા મહેસુલ કર્મચારી મંડળ પોતાની પડતર માંગોને લઈને હડતાળ પર ઉતરતા કેટલીક સેવાઓને અસર થઈ હતી. કર્મચારીઓએ વલસાડ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી પોતાની માંગો પૂરી કરવા સૂત્રોચાર કર્યા હતા.

વલસાડ જિલ્લાના મહેસુલ કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને આજે હડતાળ પર ઉતર્યા છે. મહેસુલ કર્મચારીઓએ વલસાડ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી પોતાની માંગો પૂરી કરવા સૂત્રોચાર કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મહેસુલી કર્મચારીઓ કેટલીક નીતિ વિષયક વહીવટી માંગોને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા.

જેમાં બદલીપ્રમોશન અને સિનિયોટી યાદી સહિતની નીતિવિષયક માંગો સરકાર સમક્ષ પેન્ડિંગ હતી. તેમ છતાં હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતા આખરે આજે મહેસુલી કર્મચારીઓ હડતાળ પર ઉતરતા સરકારની કેટલીક સેવાઓને પણ અસર થઈ હતી. વલસાડ કલેક્ટર કચેરીએ કામ અર્થે આવેલ અજરદારોને ધક્કો ખાવાની નોબત આવી હતી. તો બીજી તરફવહેલી તકે પડતર સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તેવી મહેસુલ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે.

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.