વલસાડ : ચપ્પુની અણીએ વાપીમાં મહિલા પાસેથી સોના-ચાંદીના દાગીનાની લૂંટ

વલસાડ જિલ્લાના વાપી શહેરના ડુંગરા વિસ્તારમાં ધોળે દિવસે મહિલા પાસેથી સોના-ચાંદીના દાગીનાની લૂંટની ઘટના બની હતી, ત્યારે બન્ને લૂંટારુઓ CCTV કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

New Update

વલસાડ જિલ્લાના વાપી શહેરના ડુંગરા વિસ્તારમાં ધોળે દિવસે મહિલા પાસેથી સોના-ચાંદીના દાગીનાની લૂંટની ઘટના બની હતીત્યારે બન્ને લૂંટારુઓ CCTV કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારવલસાડ જિલ્લાના વાપી શહેરના ડુંગરા વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી છે. ડુંગરા વિસ્તારમાં આવેલ પલ એવેન્યું એપાર્ટમેન્ટમાં લૂંટની ઘટના બની હતીજ્યાં ઘરમાં ઘુસી મહિલાના ગળા પર ચપ્પુની અણીએ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાય હતી. જોકેમહિલાએ પ્રતિકાર કરતાં લૂંટારુઓએ મહિલા પર ચપ્પુ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો.

જોકેલૂંટની ઘટનામાં બન્ને તસ્કરો એપાર્ટમેન્ટમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેકેવી રીતે બન્ને લૂંટારુઓ એપાર્ટમેન્ટના પરિસરમાં પ્રવેશ કરે છેઅને લૂંટ ચલાવી ફરાર થાય છે. હાલ તો ડુંગરા પોલીસે CCTV ફૂટેજના આધારે બન્ને લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories