Connect Gujarat
ગુજરાત

વલસાડ : રૂ. 1.60 કરોડના પેલેડિયમ કેટાલિસ્ટ કેમિકલની ચોરીનો ભેદ ઉકેલાયો, 9 આરોપીની ધરપકડ

X

વલસાડ જિલ્લાના વાપી જીઆઇડીસીમાં આવેલી રિકટર થેમિસ મેડીકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી 2 દિવસ અગાઉ રૂપિયા 1 કરોડ 60 લાખ 54 હજારની કિંમતનું 56 કિલોથી વધુનું કીમતી પેલેડિયમ કેમિકલ ચોરી થયું હતું. કંપનીમાંથી અતિ કિંમતી કેમિકલ ચોરીની જાણ થતાં જ કંપની સત્તાધીશોએ વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફાર્મા કંપનીમાં રો-મટીરીયલ તરીકે વપરાતું પેલેડિયમ કેટાલિસ્ટ નામનું આ કેમિકલ ખૂબ જ કિંમતી છે, અને જો તે ખોટા હાથે ચઢી જાય તો અત્યંત ઘાતક પણ સાબિત થઈ શકે છે. કારણ કે, આ કેમિકલ વિસ્ફોટક તરીકે પણ કામમાં આવે છે. વલસાડ એલસીબી પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી અને આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે આ મામલે 9 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 27 કિલો પેલેડિયમ કેમિકલ , રકડ રકમ 26 લાખ 37 હજાર, 10 મોબાઈલ, 2 કાર અને મોપેડ મળી અંદાજે 1 કરોડ 8 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

Next Story