વલસાડ : સંઘ શતાબ્દી ઉત્સવને અનુલક્ષી RSSનું એકત્રીકરણ યોજાયું, 350થી પણ વધુ સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા...

વલસાડ નગરમાં આવેલા અબ્રામા વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સંઘ શતાબ્દી ઉજવણીના ઉત્સવને અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું હતું.

New Update
aa
Advertisment

વલસાડ નગરમાં આવેલા અબ્રામા વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સંઘ શતાબ્દી ઉજવણીના ઉત્સવને અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું હતું. જેમાં પૂર્ણ ગણવેશમાં 350થી પણ વધુ સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

1925માં નાગપુરના મોહિતે વાળા મેદાન ખાતે 10થી 20 બાળ તરુણોથી પ્રારંભ થયેલા સંઘની શાખા આજે દેશના નાગરિક ક્ષેત્રમાં વસ્તી સુધી અનેક સ્તરે મંડળ અને ગામો સુધી વિસ્તરી છે. ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારે રોપેલું સંઘ બીજ આજે વટવૃક્ષ બની તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છેત્યારે વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ BAPS સ્વામિનારાયણ સ્કુલ ખાતે સંઘના 350થી વધુ સ્વયં સેવકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંઘના નવસારી વિભાગના કાર્યવાહ દેવેન્દ્ર ગાંવકર દ્વારા સંઘ શતાબ્દી વર્ષમાં ‘’પંચ પરિવર્તન’’ પર કાર્ય કરશે તેવું વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે સંઘના નવસારી વિભાગના મા. સંઘચાલક પ્રકાશ ગાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories