Connect Gujarat
ગુજરાત

વલસાડ : ડુંગરાળ પ્રદેશમાં "હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર"થકી ઘરઆંગણે સંજીવની બુટ્ટી પહોંચાડતી રાજ્ય સરકાર

કપરાડા તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલા માતુનીયા ગામ ના લોકોને પોતાના ઘરઆંગણે આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે સરકારે નવીન પ્રયાસ કર્યો છે.

X

કપરાડા તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલા માતુનીયા ગામ ના લોકોને પોતાના ઘરઆંગણે આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે સરકારે નવીન પ્રયાસ કર્યો છે.

આ છે વલસાડ જિલ્લાનું કપરાડા તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલું માતુનીયા ગામ. જેની 2500થી વધુ વસતી ધરાવતા આ ગામના લોકોને ક્યારેક માંદગી કે નાની મોટી બિમારી, પ્રસૃતિ હોય તો ડુંગરાઓ ખૂંદીને સારવાર માટે દુર આવેલા આરોગ્ય કેન્દ્ર સુધી જવુ પડતું હતું. પણ હવે આ સમસ્યાનું સમાધાન સરકારે કરી અને ગામડે ગામડે "હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર" સ્થાપ્યા છે. દૂરદરાજ આંતરિયાળ વિસ્તારના લોકોને સારી સારવાર મળે છે. જેમાં ગર્ભાવસ્થા અને બાળકો ના આરોગ્ય સંબંધિત સેવાઓ, હાયપરટેન્સન, બીપી, સુગર અને ડાયાબીટીસ સહિતની નાની મોટી બિમારીની સારવાર અને દવા નિશુલક આપવામાં આવી રહી છે

સરકારે ગામડે ગામડે શરુ કરેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર થકી ફક્ત રોગોની સારવાર જ નહીં પણ રોગ થાય તે પહેલા તેને રોકવા માટેના પ્રયાસો પણ કરવામાં આવે છે. વલસાડ જિલ્લા પ્રશાસન દ્વારા સરકારના આ પ્રોજેકટને પરિણામલક્ષી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ લગભગ 300 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.

Next Story