New Update
ભાવનગરના અધેવાડા નજીક પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટર સાથે સ્ટાફે દોડી જઈ આગ પર પાણીનો છંટકાવ કરીને આગને બુઝાવી દીધી હતી. જોકે આ કાર આશિષ ગોહીલની હતી અને કાર લઈને બુધેલ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક કારમાં આગળના ભાગમાં ધુમાડો દેખાતા કારને સાઈડમાં ઉભી રાખીને કરી ચેક કરવા જતા કારમાં આગ લાગી હતી આગના કારણે કારને નુકશાન પહોંચ્યું છે.આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી.
Latest Stories