Connect Gujarat
ગુજરાત

વલસાડ: કપરાડા વિસ્તારમાં ખેરના લાકડાની ચોરીનો પર્દાફાશ,પોલીસે ફિલ્મી ઢબે આરોપીઓને દબોચ્યા

વલસાડના કપરાડા વિસ્તારમાંથી ખેરના લાકડાની ચોરીના કૌભાંડનો ક્રાઇમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પર્દાફાશ કર્યો છે

X

વલસાડના કપરાડા વિસ્તારમાંથી ખેરના લાકડાની ચોરીના કૌભાંડનો ક્રાઇમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પર્દાફાશ કર્યો છે અને 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના જંગલ વિસ્તારમાં જાણે પુષ્પા રાજ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારમાંથી થતા ખેરના લાકડાની ચોરીનું રેકેટ ઝડપવા વલસાડ ક્રાઇમ બ્રાંચની ટીમે લાકડા ચોરોનોપીછો કરતાં લાકડાચોરોએ એલસીબીની ટીમ પર જ ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરી અને ફરાર થયા હતા. જોકે પોલીસે લાકડા ચોર ટ્રકચાલક અને ક્લીનરની સહિત ખેરના લાકડા ભરેલી ટ્રક નું પાયલટિંગ કરતી કારના ચાલકની પણ ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની ટીમે આ કાર્યવાહીમાં ખેરના લાકડા ભરી અને ફરાર થઈ રહેલા ટ્રક ચાલક મૂળ મહારાષ્ટ્રના નિશાર અહેમદ ઉર્ફે ગબ્બર શેખ અને ક્લીનર તસ્કીન ઉર્ફે સલમાન મસૂદ શેખ નામના આ બન્ને આરોપીઓની ધરપકડ કરી છે તો ખેરના લાકડા ભરેલી ટ્રક નું પાયલોટીંગ કરતી કારના ચાલક ધરમપુરના ફૂલવાડી ગામના અજય પટેલની પણ ધરપકડ છે.પોલીસની આ કાર્યવાહીમાં ટ્રકમાં ભરેલા અંદાજે 1 લાખથી વધુની કિંમતના 11 ટન ખેરના લાકડા ,કાર અને ટ્રક સહિત કુલ 9.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story