Connect Gujarat
ગુજરાત

વલસાડ : પારનેરા ડુંગર પર આરોહણ–અવરોહણ સ્પર્ધામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો...

પારનેરા ડુંગરનો પર્ટયન સ્થળ તરીકે વિકાસ થયા બાદ વધુમાં વધુ પર્યટકો ફરવા માટે આવે તેવા શુભ આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ : પારનેરા ડુંગર પર આરોહણ–અવરોહણ સ્પર્ધામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો...
X

વલસાડ તાલુકામાં સ્થિત પ્રાચીન પારનેરા ડુંગરનો પર્ટયન સ્થળ તરીકે વિકાસ થયા બાદ વધુમાં વધુ પર્યટકો ફરવા માટે આવે તેવા શુભ આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું.

પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩માં કુલ ૧૦૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરીએ લીલી ઝંડી આપી સ્પર્ધકોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સ્પર્ધા ૪ કેટેગરીમાં યોજાઈ હતી. જેમાં ૧૪થી ૧૮ વર્ષની કેટેગરીમાં ૩૦, ૧૯થી ૩૦ વર્ષની કેટેગરીમાં ૧૪, ૩૧થી ૫૦ વર્ષની કેટેગરીમાં ૨૦, ૫૧થી વધુ વયની કેટેગરીમાં ૧૮ અને ડબલ ટ્રેકિંગ કેટેગરીમાં ૨૫ મળી કુલ ૧૦૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોમાં પારનેરા મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રોફી અને પ્રથમ ક્રમે આવનારને રૂ. ૧૦૦૦, બીજા ક્રમે આવનારે રૂ. ૭૫૦ અને ત્રીજા ક્રમે આવનાર વિજેતાને રૂ. ૫૦૦નું રોકડ ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશસિંહ ઠાકોર, વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, પારનેરા માતાજી ડુંગર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બાબુ પટેલ, પંકજ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી હિરેન પટેલ, ધરમપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ઇન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક હિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story