વલસાડ : નમો વાઈફાઈના કારણે EVMમાં ચેડાં થવાની આશંકા સાથે કોંગ્રેસ-AAPની તંત્રને રજૂઆત...

વલસાડની એન્જીયરિંગ કોલેજ ખાતે રહેલા EVMમાં ચેડાં થવાની આશંકાએ કોંગ્રેસ અને આપ ઉમેદવારોએ નમો વાઇફાઇને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તે માટે નાયબ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી.

New Update

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને વલસાડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવેલા EVMમાં ચેડા થવાની આશંકાને લઈને એન્જિનિયરિંગ કોલેજ બહાર કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો દ્વારા પહેરો ભરવામાં આવી રહ્યો હતો, જ્યાં આજરોજ કોલેજ ખાતે મોબાઇલમાં નમો વાઇફાઇ નેટવર્ક પકડાવાના કારણે બન્ને પક્ષના કાર્યકર્તાઓ અને ઉમેદવારો દ્વારા નાયબ ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષ દ્વારા આક્ષેપ સાથે જણાવાયું હતું કે, નમો વાઇફાઇથી EVMમાં ચેડાં થઈ શકે છે. આ સાથે જ EVMને હેક કરવાની કોઈ વૃતિ ચાલી રહી હોય તેવું જણાય આવતા બન્ને પક્ષના કાર્યકરો દ્વારા આ મામલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ વાઇફાઇ બંધ થાય તેવી રજૂઆત કરી હતી.

Latest Stories