ગીર સોમનાથ : ભાલકા સ્થિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલકા સ્થિત નવનિર્મિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલકા સ્થિત નવનિર્મિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના ભાલકા ખાતે સીબાઈ ગરબીચોક કષ્ટભંજન હનુમાન મંદિરના પરિષદમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે હેમાંદ્રી પ્રયોગ નગરીયાત્રાજલયાત્રા મંડપ પ્રવેશ ગણેશ પૂજનસ્થાપિત દેવી-દેવતાનું પૂજનગ્રહશાંતિ યજ્ઞદેવતા ન્યાસ નિજ મંદિરમાં મૂર્તિ સ્થાપિત તેમજ ઉત્તર પૂજન હવનનું આયોજન કરવામાં આવ્યું હતું

જ્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસે સ્થાપિત દેવતાઓનું પૂજનજલાધીવાસતપ સ્તપન વિધિકુટીર હોમસ્થાપિત દેવતા હોમપ્રધાન દેવતા હોમસયાધિવાસત્રંબકેશ્વર મહાદેવ મંદિરનું શિખર પૂજન આમ અનેક વિધિ વિધાન સાથે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત યજમાનો દ્વારા મહાયજ્ઞ મંદિરમાં મૂર્તિ સ્થાપન સાથે સાથે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાભાલપરા ગ્રામ પંચાયત ઉપસરપંચ વિક્રમ પટાટમાનસિંગ પરમારઝવેરી ઠકરારમોહન ઘેરવડા સહિત મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનોએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

 

Latest Stories