/connect-gujarat/media/post_banners/45e934b642f0557892ea27c02cfb50eb1ffaa76cad89d8fca54b49e9c8776bf2.jpg)
ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે કેસરિયો ખેસ ધારણ કરીને પુનઃ ઘરવાપસી કરી હતી. વસંત ભટોળ ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. બનાસકાઠાના પહેલા ભાજપના અને ત્યારબાદ કોંગ્રેસમાં જોડાનારા વસંત ભટોળ પાછા ભાજપમાં જોડાયા છે. પૂર્વધારાસભ્ય વસંત ભટોળ ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભૂલ થવી એ પ્રકૃતિ છે, તેમાં સુધારો કરવો એ પ્રગતિ છે. ભાજપ મારી માતૃસંસ્થા છે, માતાથી બાળક છૂટુ પડે એટલું દુ:ખ થયું છે. એટલે ફરી પાછો મારી માતૃસંસ્થામાં જોડાઉં છું.
આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજનારા છે ત્યારે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ પલટો કરવામાં આવી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને પક્ષ પલટામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, કાર્યકરો BJPમાં જોડાઈ રહ્યા છે.દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, વસંત ભટોળ 50 જેટલી બસમાં સમર્થકો સાથે બનાસકાંઠાથી ગાંધીનગર સ્થિત કમલની ઓફિસે પહોંચ્યા હતાં.વસંત ભટોળ 2007માં દાંતા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયા હતાં. ત્યારબાદ વર્ષ 2012માં ટિકિટ ન મળતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતાં.