/connect-gujarat/media/post_banners/66a3a547ac80ad066d10b32f3124a2175c6884b3d8f750a7b6491801e51925e1.jpg)
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ ઘણી વાર છે, તે પહેલાં આપ દ્વારા મિશન 2022નું રણશીંગુ ફૂંકી દેવામાં આવ્યું છે. આ અનુસંધાનમાં છેલ્લા કેટલાક દિવસમાં કેટલાક જાણીતા લોકોને આપમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગોપાલ ઈટાલિયા-ઈસુદાનની હાજરીમાં જાણીતા કલાકાર વિજય સુવાળા તેમજ સ્માર્ટ સરપંચ મહિપતસિંહ પણ આપમાં જોડાયા છે.
રાજ્યમાં આમ આદમી પાર્ટી સતત તેનો વ્યાપ વધારી રહી છે. રાજ્યના જાણીતા પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવીના આપમાં જોડાવાની સાથે જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ તેમના ટ્વીટર પેજ પર આપ ગુજરાત-મિશન 2022 લખી નાખ્યું છે. આ અનુસંધાનમાં છેલ્લા કેટલાક દિવસમાં કેટલાક જાણીતા લોકોને આપમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગોપાલ ઈટાલિયા-ઈસુદાનની હાજરીમાં જાણીતા કલાકાર વિજય સુવાળા તેમજ સ્માર્ટ સરપંચ મહિપતસિંહ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
વિજય સુવાળાના ગુજરાતના અનેક લોકો ચાહે છે, તેમના ગીતો અને ભજનોથી લઈને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ હીટ છે. તેઓ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ લોકચાહના ધરાવે છે.સુવાળા સંગીત અને ધર્મની સાથે જોડાયેલા છે અને તેમને અનુસરતા લોકોનો વર્ગ મોટો છે તેના જોડાવાથી મોટો વર્ગ આપ તરફે જાય તેવી વકી છે.તો મહિપતસિંહ પણ યુવા છે અને તેમણે સ્માર્ટ સરપંચ ના એવોર્ડ મળેલ છે. તેમણે બે વર્ષમાં જ પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ રાજ્ય સરકારથી નારાજ છે ત્યારે તેમણે પણ આપનું ઝાડુ પકડ્યું છે. આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં જાણીતા રાજકીય, સામાજિક અને જાહેર જીવનના ચહેરાઓને જોડવાની ફીરાકમાં છે.