પાટડીમાં સ્મશાન યાત્રા માટે પણ સંઘર્ષ
ઘૂંટણસમા પાણીમાંથી નનામી કાઢવા મજબૂરી
વિકાસની વરવી વાસ્તવિકતા આવી સામે
વરસાદના વિરામ બાદ પણ પાણીનો કોઈ નિકાલ નહીં
સ્થાનિકોની રજૂઆત પર પાલિકા તંત્રએ ધ્યાન ન આપ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં છેલ્લા પંદર દિવસથી વરસાદ વરસ્યો નથી,પરંતુ તેમ છતાં વાડીવાસ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે,જેના કારણે ડાઘુઓ દ્વારા સ્મશાન યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે.
ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે આવીજ એક ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે.સુરેન્દ્રનગરના પાટડીમાં ઘૂંટણસમા પાણીમાંથી નનામી કાઢવા ડાઘુઓ મજબૂર બન્યા છે.
પાટડીમાં 15 દિવસથી વરસાદ વરસ્યો નથી તો બીજી તરફ પાટડીના વાડી વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા છે, સ્થાનિકોને ભરેલા પાણીમાંથી જ પસાર થવું પડી રહ્યું છે, જોકે પાટડીના વાડી વિસ્તારના લોકોએ નગરપાલિકાને વારંવાર સમસ્યા માટે રજૂઆત કરી હતી, પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતા રોષ ફેલાયો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવશે.