દેતડ ગામમાં બુટલેગરનો વધ્યો ત્રાસ
દેશી દારૂની બદી સામે ગ્રામજનોમાં આક્રોશ
ગ્રામજનોએ કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવો
દારૂ બંધીનો કડકાઈથી અમલ કરવા કરી રજુઆત
પોલીસે ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં વધી રહેલી દારૂની બદી સામે ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો,અને મહિલાઓએ દારૂ બાંધી માટે ઉગ્ર માંગ કરી હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનો, જેમાં સરપંચ, અગ્રણીઓ અને મહિલાઓ પણ સામેલ હતા, તેમણે દારૂના વેચાણને તાત્કાલિક બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસે ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
ગ્રામજનોએ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો,અને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમણે 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવાની લેખિત રજૂઆત કરી હતી.
દેતડ ગામના ગ્રામજએ પીએસઆઈને ઉગ્ર રજૂઆત કરીને વેદના ઠાલવી હતી કે જે બુટલેગરો ગામમાં બેફામ રીતે દારૂ વેચે છે, તેનાથી લોકો, બહેન-દીકરીઓ અને સજ્જન માણસો કંટાળી ગયા છે.24 કલાકમાં દેતડ ગામમાં દારૂનો વેપલો સંપૂર્ણ બંધ થવો જોઈએ, જેથી ગામમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે તેવી માંગ કરી હતી.