પેટા ચૂંટણી માટે મતદાન : ભરૂચ, અરવલ્લી અને ગીર સોમનાથમાં પાલિકાની પેટા ચૂંટણી માટે થયું મતદાન...

આજે રવિવારના રોજ રાજ્યભરમાં પાલિકાના વિવિધ વોર્ડમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું,

New Update
પેટા ચૂંટણી માટે મતદાન : ભરૂચ, અરવલ્લી અને ગીર સોમનાથમાં પાલિકાની પેટા ચૂંટણી માટે થયું મતદાન...

આજે રવિવારના રોજ રાજ્યભરમાં પાલિકાના વિવિધ વોર્ડમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચના આમોદ અને જંબુસર, અરવલ્લીના મોડાસા અને ગીર સોમનાથના તાલાલા પાલિકાની પેટા ચૂંટણી માટે મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના ભાજપના 5 સભ્યોએ કોઈ કારણોસર રાજીનામાં ધરી દીધા હતા, ત્યારે વોર્ડ નંબર 3ની ખાલી પડેલી 5 બેઠકો માટે આજરોજ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન મથકે મતદાન કરવા પહોચ્યા હતા. આશરે 6 હજાર જેટલાં મતદારોએ પાંચેય બેઠકો પરના 11 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, ત્યારે આં ચૂંટણી જંગમાં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે. મતદાન મથક ખાતે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ, ભરૂચના જંબુસર ખાતે પણ પાલિકામાં ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાય હતી. જંબુસર પાલિકાના વોર્ડ નંબર 7ના સભ્યનું અવસાન થતાં આં બેઠક માટે મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ સહીત 4 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગમાં સામસામે આવ્યા છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આં તરફ, અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાય હતી. રવિવારના દિવસે પેટા ચૂંટણીને લઈને મોડાસા શહેરના 8 બુથ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 7માં 7 જેટલા ઉમેદવારો માટે આયોજિત પેટા ચૂંટણીને લઇને 6750 મતદારોએ મતદાન કર્યું હતું, ત્યારે મતદાનને લઇને 70 જેટલા પોલિસ કર્મચારીઓ અને અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. મતદાને લઇને જિલ્લા પોલિસ વડા અને ચૂંટણી અધિકારીએ તમામ મતદાન મથકોની મુલાકાત લીધી હતી.

તો બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નગરપાલિકાના વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી જ મતદારો ભારે ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોચ્યા હતા. જોકે, ભાજપના સોનલ કારેલીયા અને કોંગ્રેસના અશ્વિન કેશવાલા વચ્ચે આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો છે, ત્યારે 3274 જેટલા મતદારો બન્ને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાલાલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ની તમામ 24 બેઠકો પર ભાજપ પક્ષ સત્તાએ રહ્યું છે, ત્યારે હવે આ બેઠક કોના સીરે આવે છે તે તો હવે સમય જ બતાવશે...

Latest Stories