રાજ્યમાં યોજાય ગ્રામ પંચાયતની ચૂંટણી
વરસતા વરસાદમાં પણ મતદારોમાં ઉત્સાહ
8326 ગ્રામ પંચાયતો પૈકી કેટલીક સમરસ જાહેર
સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન પ્રક્રિયા
સામાન્ય,મધ્યસત્ર અને પેટાચૂંટણીનો પણ સમાવિષ્ટ
ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો,કેટલાક વિસ્તારોમાં વરસતા વરસાદમાં પણ મતદારોએ મતદાન કર્યું હતું.કુલ 8326 ગ્રામ પંચાયતો પૈકી કેટલીક સમરસ જાહેર થઇ હતી.
ગુજરાતના ચૂંટણી કમિશનર એસ.મુરલી ક્રિષ્નાએ મે માસના અંત ભાગમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી હતી.આજે 22 જૂનના રોજ ગુજરાતની ગ્રામ પંચાયતોમાં મતદાનની પ્રક્રિયા યોજાઇ છે.મતદારો રવિવારે સવારના સાત વાગ્યાથી માંડીને સાંજના છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાશે.
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવામાં તેના નિર્ધારિત કાર્યક્રમ કરતા લગભગ બે વર્ષ જેટલું મોડું થયું છે.રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કુલ 8326 ગ્રામ પંચાયતો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જોકે, મતદાન યોજાય ત્યાં સુધી કેટલીક ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી.આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સામાન્ય, મધ્યસત્ર અને પેટાચૂંટણીનો પણ સમાવિષ્ટ છે.