જૂનાગઢ : સાસણ ગીરમાં આકરી ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા,600 જેટલા કૃત્રિમ પોઈન્ટ ઉભા કરાયા

ઉનાળાની સિઝન શરૂ થતાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે જંગલમાં રહેતા વન્યજીવોને ગરમીથી ઠંડક આપવા વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પીવાના પાણીના કૃત્રિમ 600 જેટલા પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા

New Update
  • વન વિભાગની સરાહનીય કામગીરી

  • સાસણગીરમાં પ્રાણીઓ માટે પ્રશંસનીય કામગીરી

  • ગરમીમાં પ્રાણીઓ માટે પાણીની કરી વ્યવસ્થા

  • જંગલમાં 600 જેટલા કૃત્રિમ પોઈન્ટ ઉભા કર્યા

  • પ્રવાસીઓએ વન વિભાગની કામગીરીને બિરદાવી  

જૂનાગઢના સાસણ ગીરમાં ગરમીની સીઝન શરૂ થતા વન્ય પ્રાણીઓ માટે પાણીના 600 જેટલા કૃત્રિમ પોઈન્ટ ઉભા કરાયા છે,ગરમીથી વન્યજીવોને રાહત માટે વન વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

એશિયાઇ સિંહનું ઘર સાસણ ગીરના જંગલ વિસ્તારમાં સિંહ ઉપરાંત અન્ય વન્ય જીવો વસવાટ કરે છે,હાલ ઉનાળાની સિઝન શરૂ થતાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે જંગલમાં રહેતા વન્યજીવોને ગરમીથી ઠંડક આપવા વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પીવાના પાણીના કૃત્રિમ 600 જેટલા પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છેવન વિભાગ વન્ય જીવો માટે દર વર્ષે ગરમીમાં આગોતરું આયોજન કરી વન્યજીવોને ઠંડક અને ગરમીથી રાહત મળે તેવા પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.

સાસણ ગીર જંગલ વિસ્તારમાં એશિયાઈ સિંહોસરીસૃપ જીવ તેમજ પશુપક્ષી સહિત અન્ય વન્યજીવો રહેતા હોવાથી વન વિભાગ કાર્ય કરી રહ્યું છે.સિંહોની સુરક્ષા તેમજ જતન કરવાની પૂરતી કાળજી લઈ રહ્યું છે,ત્યારે વન વિભાગની કાર્યશીલતાથી સાસણની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ વન વિભાગની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

Latest Stories