વલસાડ-નવસારીમાં જળ બંબાકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિસ્થીતી અંગે ટેલિફોનિક માહિતી મેળવી...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ અને નવસારી જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે જરૂરી સૂચનો કર્યા

New Update

દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થીતી અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ અને નવસારી જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે જરૂરી સૂચનો કર્યા હતા.

હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે  ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાય છેત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થીતીની માહિતી બન્ને જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.

મુખ્યમંત્રીએ આ બન્ને જિલ્લાના ગામોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદના કારણે ઉભી થયેલી પુરની સ્થિતીમાં જાનમાલનું નુક્શાન ન થાય તેવી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી.

#વરસાદની સિઝન #ભૂપેન્દ્ર પટેલ #Valsad Rainfall #જળ બંબાકાર #Heavy rainfall #અનરાધાર વરસાદ #Bhupendra Patel
Here are a few more articles:
Read the Next Article