Connect Gujarat
ગુજરાત

શું છે યુનિફોર્મ સિવિલ કોડ? ચાલો સમજીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટ્લે શું

રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે ત્યાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ પડશે.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?  ચાલો સમજીએ  યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટ્લે શું
X

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન કાયદો. આનો અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એકસમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે એ કોઈપણ ધર્મ અથવા જાતિના હોય.

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે એકસમાન કાયદો. આનો અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એકસમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે તે કોઈપણ ધર્મ અથવા જાતિના હોય. જે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે ત્યાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ પડશે.


યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ અલગ અલગ ધાર્મિક ગ્રંથો અને રિવાજો પર આધારિત પર્સનલ કાયદાને બદલે દેશના દરેક નાગરિકને લાગુ પડતો એક યુનિફોર્મ સિવિલ કોડ કાયદો છે. જો તમે આ કાયદાને સામાન્ય ભાષામાં સમજો છો તો યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ દેશના દરેક નાગરિક માટે એકસમાન કાયદો, પછી એ કોઈપણ ધર્મ કે જાતિનો કેમ ન હોય. તમને જણાવી દઈએ કે દેશમાં અલગ-અલગ ધર્મો માટે અલગ-અલગ પર્સનલ કાયદા છે.


ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નથી, પરંતુ ભારતમાં મોટા ભાગના પર્સનલ કાયદાઓ ધર્મના આધારે નક્કી કરવામાં આવ્યા છે. હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધો પાસે પર્સનલ કાયદા છે, જ્યારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પોતાના કાયદા છે. મુસ્લિમોનો કાયદો શરિયત પર આધારિત છે જ્યારે અન્ય ધાર્મિક સમુદાયોના કાયદા ભારતીય સંસદના બંધારણ પર આધારિત છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ વિશે એક કમિટી બનાવવાની પણ જાહેરાત કરી છે. આ કમિટી યુનિફોર્મ સિવિલ કોડની શક્યતા તપાસશે. આ માટે વિવિધ પાસાનું મૂલ્યાંકન કરવામાં આવશે. હાઇકોર્ટના નિવૃત્ત જજ આ કમિટીની અધ્યક્ષતા કરશે.

Next Story