નર્મદા: સ્થાનિક ધારાસભ્ય વડાપ્રધાનને કેમ ન મળી શકે? ચૈતર વસાવાએ ઉઠાવ્યો પ્રશ્ન

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે આવ્યા હતા,ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની PM મોદી સાથે મુલાકાત ન થઇ શકતા તેઓએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

New Update
Advertisment

MLA ચૈતર વસાવાએ માંગ્યો હતો PM મોદીને મળવાનો સમય, PM મોદીને મળી ન શકતા ઉઠાવ્યા ગંભીર પ્રશ્ન 

Advertisment

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે આવ્યા હતા,ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની PM મોદી સાથે મુલાકાત ન થઇ શકતા તેઓએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે આવ્યા હતા,અને વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન,શિલાયન્સ સહિત સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગ દરમિયાન ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ PM મોદીને મળવા માટેનો સમય માંગ્યો હતો

જોકે તેમને PM મોદી સાથે મુલાકાત ન કરી શકતા તેઓએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા,અને જણાવ્યું હતુ કે પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યને તંત્રે આમંત્રણ આપવું જોઈએ પરંતુ અધિકારીઓએ પ્રોટોકોલનો ભંગ કર્યો છે,અને અમારા ઘર બહાર પોલીસ ગોઠવીને કેવડિયા કાર્યક્રમમાં જતા પણ રોકવામાં આવ્યા છે.ચૈતર વસાવાએ આ અંગેનો એક વિડીયો જાહેર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

 

Latest Stories