“ઠંડીનો ચમકારો” : અચાનક કેમ વધી ગઈ ઠંડી..?, શું કહે છે જુનાગઢના હવામાન વિશેષજ્ઞ, જાણો ઠંડી વધવા પાછળના કારણો..!

આ વર્ષે સીઝનમાં ઠંડીના દિવસો વધુ રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. આગામી દિવસોમાં પણ આ તાપમાન લઘુતમ અથવા સામાન્ય કરતાં નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે

New Update
  • સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું

  • ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ

  • જુનાગઢ ખાતે 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું

  • જમીનથી 12 કિમી ઉપરથી પસાર થતાં પવનો બન્યું કારણ

  • આગામી ફેબ્રુઆરી મહિના સુધી રહેશે ઠંડી : હવામાન વિશેષજ્ઞ

થોડા દિવસો પહેલા ઠંડીનું ક્યાંય નામો નિશાન ન હતું અને અત્યારે હાલમાં ગુજરાતના અનેક જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. અચાનક વધતી ઠંડીનું કારણ શું છે અને આ ઠંડી ફક્ત થોડા દિવસ માટે મર્યાદિત છે કેસમગ્ર સીઝન દરમિયાન આ પ્રકારની ઠંડી જોવા મળશે. તે સમગ્ર બાબતની માહિતી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિશેષજ્ઞ ધીમંત વઘાસિયાએ આપી હતી.

સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છેઅને તે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળ્યું છે. આ સમય દરમિયાન ઘણી જગ્યાએ 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું છે. આ સાથે પાછલા દિવસોમાં પણ જુનાગઢ ખાતે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. આ બાદ ઠંડી ઓછી થઈ અને તાપમાન ઊંચું ગયુંજે 15થી 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું.

તેની પાછળનું કારણ પૃથ્વીની સપાટીથી 12 કિમી ઉપર જે પવનોના પ્રવાહો ઉત્તર ભારતથી પસાર થઈ રહ્યા છેતેના લીધે ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે. આગામી સમયમાં હજુ પણ તાપમાનની અંદર વધઘટ જોવા મળશે. પવનોના પ્રવાહો જે રીતે જમીનથી 12 કિલોમીટર ઉપરથી પસાર થઈ રહ્યા છેતેની અસરથી આ હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે.

ઠંડીનું મોજુ આવવા પાછળનું કારણ ઉત્તર ભારતમાં સર્જાયેલું વેસ્ટન ડિસ્ટર્બન્સ છે. જમ્મુ કશ્મીરઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષા પણ આ માટે જવાબદાર છે. પરંતુ એટલું નક્કી છે કેગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સીઝનમાં ઠંડીના દિવસો વધુ રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. આગામી દિવસોમાં પણ આ તાપમાન લઘુતમ અથવા સામાન્ય કરતાં નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે.

2024ના ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પણ વધારે પડ્યો હતોઅને તેને લઈને હાલ સુધી તમામ જળાશયો ભરેલા જોવા મળે છે. તેને લઈને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધારે છેઅને તેથી જ ઠંડી વધુ જોવા મળે તે પણ શક્યતાઓ છે. આગામી ફેબ્રુઆરી મહિના સુધી આ ઠંડીનો અહેસાસ રહેશે તેવું હવામાન વિશેષજ્ઞએ જણાવ્યુ હતું.

Latest Stories