છોટુ વસાવા નવો પક્ષ બનાવી લોકસભા ચૂંટણી લડશે? પુત્ર મહેશ વસાવાના ભાજપમાં જોડાવા અંગે આપ્યુ આ નિવેદન

New Update
છોટુ વસાવા નવો પક્ષ બનાવી લોકસભા ચૂંટણી લડશે? પુત્ર મહેશ વસાવાના ભાજપમાં જોડાવા અંગે આપ્યુ આ નિવેદન

લોકસભાની ચૂંટણીનો ધમધમાટ

રાજકારણમાં આવ્યો ગરમાવો

છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું

મહેશ વસાવા ના સમજ છે: છોટુ વસાવા

નવો પક્ષ બનાવી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવી

ચૂંટણી મૌસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ BTP અધ્યક્ષ મહેશ વસાવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને મળ્યા હતા. જે ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયઈરલ થયા હતા. આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે, ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં આવેલ આદિવાસી સમાજના પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું.

છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, મહેશ ના સમજ છે, મિસ ગાઈડ કરવામાં આવ્યો છે. હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય.RSS, ભાજપ, કોંગ્રેસ બધાએ ભેગા મળી સમસ્યાઓ ઊભી કરી છે. અમે નવી પાર્ટી બનાવીશું, નવું સંગઠન બનાવીશું.