વિશ્વ રેડિયો દિવસ : અમરેલીના “રેડિયો મેન” દ્વારા રેડિયોના સુવર્ણ ઈતિહાસનો સંગ્રહ, જુઓ 200થી વધુ દુર્લભ રેડિયોનો ખજાનો...

13મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ છે, ત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે કે, જેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો અનોખો સંગ્રહ કર્યો છે.

New Update
  • આજે તા. 13મી ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ

  • ચલાલાના વતની અને નિવૃત શિક્ષકે કર્યો છે સંગ્રહ

  • રેડિયો પ્રેમી દ્વારા કરાયો 200થી વધુ રેડિયોનો સંગ્રહ

  • અલગ અલગ દેશમાં બનેલા રેડિયોનો પણ સમાવેશ

  • રેડિયોના સુવર્ણ ઈતિહાસનો સંગ્રહ લોકોમાં આકર્ષણ 

આજે તા. 13મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ છેત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે કેજેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો અનોખો સંગ્રહ કર્યો છે. આજે 13 ફેબ્રુઆરી એટલે કે 'વિશ્વ રેડિયો દિવસ'. એક સમય હતો કેજ્યારે રેડિયો તમામ લોકોના ઘરમાં પણ નહોતો. આજે તમામ લોકોના મોબાઈલમાં રેડિયો ઉપલબ્ધ છેપણ તમામ સાંભળનારા નથી.

જોકેઆજે વિશ્વ રેડિયો દિવસના દિવસે અમરેલી જિલ્લાના ચલાલાના વતની અને નિવૃત શિક્ષક સુલેમાન દલને જરુર યાદ કરવા પડે. કારણ કેતે પોતાના ઘરમાં રેડિયોના સુવર્ણ ઈતિહાસનો સંગ્રહ કરીને રાખ્યો છે. છેલ્લા 7-8 દાયકામાં રેડિયોનું સ્વરૂપ અને ટેક્નોલોજી બંને બદલાઈ ગઈ. પણ સુલેમાન દલનું ઘર છે કેજ્યાં આ તમામ ટેક્નોલોજીના રેડિયો ઉપલબ્ધ છે.

સૌથી મહત્વની બાબત એ છે કેઅહીં જે પણ રેડિયોનો સંગ્રહ કરાયો છે તે તમામ આજેપણ કાર્યરત છે. તેમના રેડિયો કલેકશનમાં 200 જેટલા રેડિયો છે. જેમાં અલગ અલગ દેશમાં બનેલા રેડિયો અને ભારતમાં મળતા રેડિયો છે. સૌથી જૂનો રેડિયો 77 વર્ષ પહેલા 1946માં બન્યોતે પણ તેમના સંગ્રહમાં છે. તેમના સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેન્ડવીથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે.

જેમાં વધુમાં વધુ 32 બેન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે. મચ્છુનો ડેમ તૂટવાની ઘટના હોય કેપછી 'રંગભૂમિના રંગોનામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે સુલેમાન દલની યાદોરેડિયોના કારણે જ જોડાયેલી છે. તેઓ રેડિયોના ચાહક-સાધક અને 'રેડિયો મેનછેતેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

રેડિયો ઉપરાંત સુલેમાન દલ પાસે જૂની ઈલેટ્રોનિક ચીજો જેમ કે સ્પીકરરેર ગ્રામોફોન પ્લેયરચેન્જરહાથથી સંચાલિત વીડિયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો જોવા મળ્યો છે.

Latest Stories