Connect Gujarat
ગુજરાત

વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગાસન પ્રોટોકોલ તાલીમ, યોગ-જાગરણ રેલી યોજાય...

યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે

X

યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે, ત્યારે સોમનાથ જિલ્લાના વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગાસન પ્રોટોકોલ તાલીમ તેમજ યોગ અને જાગરણ રેલી યોજાય હતી.

રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ૨૧ જૂનના રોજ આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. આ ઉજવણી અન્વયે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સવારે ૬થી ૮ કલાક દરમિયાન યોગ પ્રોટોકોલ તાલીમ અને યોગ જાગરણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમન યોગ પ્રોટોકોલ તાલીમમાં યોગ એક્સપર્ટ્સે ભાગ લેનાર તમામને વિવિધ યોગના ફાયદાઓ જણાવી અને પદ્ધતિસર યોગ કરાવ્યા હતા, અને અલગ અલગ શારીરિક વ્યાધિમાં વિવિધ યોગ કઈ રીતે ફાયદાકારક નિવડે છે, તે અંગે વિસ્તારમાં માહિતી પણ આપી હતી. યોગ એક્સપર્ટ દુર્ગાપ્રસાદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને યોગબોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા”ના સૂત્રને અનુસરી યોગ અને જાગરણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને વિવિધ યોગાસનો કર્યા હતા. આ ઉજવણી અન્વયે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીથી યોગયાત્રાનું પ્રસ્થાન કરી ટાવર ચોકથી આંબેડકર ચોક થઈ ફરી પરત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પહોંચી હતી.

Next Story