Connect Gujarat
ગુજરાત

તમે, નહીં જોઈ હોય મગર અને માણસની આવી દોસ્તી, જુઓ કલ્પી પણ ન શકાય તેવા ગીર સોમનાથના દ્રશ્યો..!

શું આપણે જંગલી પ્રાણીઓ સાથે મિત્ર બની શકીએ..!, તેમાં પણ જો વાત મગર જેવા ભયાનક પ્રાણીની હોય તો..? જોકે, આમ તો મગરને જોવો દરેક લોકોને પસંદ હોય છે.

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામે આવેલ ખોડીયાર મંદિરના ગાગડીયા ધરા ખાતે એક આધેડ વ્યક્તિની ખૂંખાર મગર સાથેની અનોખી મિત્રતાએ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે.

શું આપણે જંગલી પ્રાણીઓ સાથે મિત્ર બની શકીએ..!, તેમાં પણ જો વાત મગર જેવા ભયાનક પ્રાણીની હોય તો..? જોકે, આમ તો મગરને જોવો દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ દરેક લોકો તેને દૂરથી જોવાનું પસંદ કરે છે. પોતાના ઘાતક હુમલા અને જડબાની બેજોડ શક્તિ માટે જાણીતા મગર સાથે કોઈ વ્યક્તિની મિત્રતા કેવી રીતે શક્ય છે. પરંતુ અહીં આપણે એક આધેડ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે. જેઓ મગર સાથે અનોખી મિત્રતા ધરાવે છે. એટલું જ નહીં, મગર તેમની વાત અને ઇશારા પણ સમજે છે. ગીર સોમનાથ જિલ્લામાંથી કલ્પી પણ ન શકાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ આ એક સત્ય હકીકત છે, તે વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. તમારી સ્ક્રીન પર જોવા મળતો આ વિડિયો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામનો છે. સવની ગામ નજીક આવેલ ખોડીયાર મંદિરના ગાગડીયા ધરાનો છે. હિરણ નદીના કિનારે ખોડીયાર મંદિરના ધરા પાસે ગાગડીયા ધોધ આવેલો છે, જ્યાં જીવા ભગત નામના આધેડ વ્યક્તિની ઘૂનામાં રહેતા મગરને તેઓ "શીતલ" નામથી સંબોધે છે. આ મગર ગમે તેટલી ઊંડા પાણીમાં દૂર હોય, પરંતુ જીવા ભગત શીતલ... શીતલ.... નામથી જ્યારે મગરને બોલાવે ત્યારે મગર તેમની પાસે ચોક્કસ ધસી આવે છે. ત્યારબાદ જીવા ભગત મગરને ખોરાક આપે છે. એટલું જ નહીં, જીવા ભગત મગરના માથા પર હાથ પણ ફેરવે છે. અને થોડા ક્ષણ બાદ મગર ફરી પાણીમાં જતો રહે છે. આ દ્રશ્યો જોવામાં જરૂર જોખમી છે. પરંતુ હાલ જીવા ભગતનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Next Story