Connect Gujarat
ગુજરાત

PM નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવાન ઝડપાયો, બ્રેકઅપ બાદ સસ્તી પ્રસિધ્ધિ મેળવવા કર્યું કૃત્ય

પ્રેમ સબંધમાં યુવતી ના પાડતા IT એન્જિનયર યુવકે ફેક ID બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતા મેલ કર્યો હતો.

X

પ્રેમ સબંધમાં યુવતી ના પાડતા IT એન્જિનયર યુવકે ફેક ID બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતા મેલ કર્યો હતો. PG પોર્ટલ ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે કેસમાં ગુજરાત ATSએ UPથી એક આરોપીની ધરપકડ કરી છે.

ગુજરાત ATSએ બાતમીના આધારે UPમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિને ઝડપી પાડ્યો છે. યુવક શુભમ ખોટી રીતે ડિજિટલ ઓળખ બનાવી આ મેલ કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવાનનું સાચું નામ અમન સક્સેના છે.યુવકે આ ખોટી પ્રોફાઈલ બનાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં મેલમાં વડાપ્રધાનને તેમના કાર્યક્રમ દરમિયાન હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી. સાથે કેન્દ્રીય સચિવાલય ઇમારતમાં પણ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.આ યુવકે PG પોર્ટલ ઉપર ખોટી અરજી દાખલ કરી હતી. જેના અનુસંધાને તપાસ કરતા અમન સક્સેના પર શંકા પડી હતી. જે દરમિયાન અમને 12 થી 15 જેટલી અરજીઓ શુભમ લેરિયાના આઈડી પરથી કરવામાં આવી છે. આરોપીએ કેન્દ્રીય સચિવાલય અને ચૂંટણીમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવી છે તે મેસેજ મળતા ATS હરકતમાં આવી હતી. ગુજરાત એટીએસના કહેવા મુજબ અમન સક્સેના IT એન્જિનિયર છે.

Next Story