/connect-gujarat/media/post_banners/570c899a161168f9fb8b19bc2eb9a2cd0c736a1b494aebf43d7f54fafdc73c88.webp)
ગુજરાત સરકાર ટેક્નોલોજીથી સજ્જ થઈ રહી છે. આજે ગુજરાત વિધાનસભાની YouTube ચેનલનો CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે પ્રારંભ કરાયો છે. યુટ્યુબ ચેનલ થકી વિધાનસભાની કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. આ યુટ્યુબ ચેનલમાં વિધાનસભા સંકુલમાં થતા કાર્યક્રમની વીડિયો ક્લીપ મૂકવામાં આવશે. નેતાઓ તેમના મતવિસ્તારની જે વાતો ગૃહમાં મુકશે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાશે. યુટ્યુબ ચેનલનાં માધ્યમથી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. વિધાનસભાના કાર્યક્રમની વીડિયો ક્લીપ પણ 'ગુજરાત વિધાનસભા' ચેનલ પર મુકાશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં થયેલી દરેક કામગીરી આ ચેનલ પર વીડિયો ફોર્મેટમાં રેકોર્ડ થયેલી જોવા મળશે. જોકે, ગુજરાત વિધાનસભા ચેનલ પર લાઈવ ફીડ રહેશે કે રેકોર્ડેડ ફોર્મેટ રહેશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.