/connect-gujarat/media/media_files/2025/10/27/mntriis-2025-10-27-16-09-37.png)
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે ગુજરાત રાજ્યના નવનિયુક્ત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા તથા આદિજાતિ રાજ્ય મંત્રી પી.સી.બરંડાએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો.
ગુજરાત રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે લાભપાંચમના શુભદિવસે પોતાનો પદભાર સંભાળ્યો હતો. જેમાં નવનિયુક્ત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા તથા આદિજાતિ રાજ્ય મંત્રી પી.સી.બરંડાએ પૂજન-અર્ચન બાદ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે વિવિધ વિભાગના પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી. મંત્રીઓએ પોતાનો પદભાર સંભાળ્યો હોવાથી ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ આગેવાનો, નેતાઓ અને શુભેચ્છકોની ભીડથી ઉભરાઇ ગયું હતું.