New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/03/train-senior-citizen.jpg)
રેલવે મંત્રાલયે સિનિયર સિટિઝન માટે રિઝર્વેશન કવોટામાં ૫૦ ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય રેલવે બજેટમાં રેલમંત્રીએ સિનિયર સિટિઝન માટે રિઝર્વેશન કવોટા વધારવાની જાહેરાત કરી હતી. જે સંલગ્ન રેલમંત્રીએ તમામ મેલ એકસપ્રેસ ટ્રેનોમાં હવે ૫૦ ટકા રિઝર્વેશન કવોટા વધારવાની જાહેરાત કરી દીધી છે.
ખાસ કરીને સિનિયર સિટિઝનને લોઅર બર્થમાં ટિકિટ મળતી ન હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી. આ સમસ્યાને દુર કરવા સિનિયર સિટિઝન કવોટામાં મેલ-એકસપ્રેસ ટ્રેનોમાં સ્લીપર કોચમાં ચારના બદલે ૬ લોઅર બર્થ તેમજ સેકન્ડ અને થર્ડ એસી કોચમાં બેના બદલે ત્રણ લોઅર બર્થ ફાળવવામાં આવશે.જેનો અમલ આગામી પહેલી એપ્રિલે થનાર બુકીંગમાં ચાલુ કરવામાં આવશે.
આ લોઅર બર્થનો લાભ ૪૫ વર્ષની મહિલા તેમજ કોઈપણ વર્ષની સગર્ભા મહિલાઓને પણ મળશે.
Latest Stories