Happy Birthday DHONI

New Update
Happy Birthday DHONI

23 ડિસેમ્બર, 2004 માં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની મેચમાં સાતમા ક્રમે એક ખેલાડી મેદાન પર ઉતર્યો, લાંબા વાળ 5 ફૂટ 8 ઇંચની ઊંચાઈ અને ટીશર્ટ પાછળ 7 નંબર, આ એજ ખેલાડી હતો જેમણે આગળ જઈને વિશ્વમાં ક્રિકેટ જગતના તમામ ખિતાબ ભારતને સમર્પિત કર્યા

7 જુલાઈ 1981 માં રાંચીના સામાન્ય પરિવારમાં જન્મેલ ધોની હાલ રાંચીના રિંગરોડ પર આવેલા પોતાના ફાર્મ હાઉસમાં રહે છે ધોનીએ શરૂઆતનો અભ્યાસ શ્યામલીના જવાહર વિદ્યા મંદિરમાં કર્યો હતો. ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે ધોનીને ક્રિકેટ નહી પરંતુ ફૂટબોલમાં ખૂબ રસ હતો . તે સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ફૂટબોલની મેચમાં ગોલકીપર તરીકે મેદાનમાં ઉતરતો હતો. પરંતુ એક દિવસ સ્કૂલમાં ક્રિકેટની મેચ દરમિયાન ટીમનો વિકેટકીપર ના આવતા ટીમના કોચે 13 વર્ષના ધોનીને વિકેટકિપિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યો . કોચે સીધા ધોનીના હાથમાં ગ્લવ્ઝ થમાવી દીધા હતા. 13 વર્ષના ધોનીએ આ પહેલા ક્યારેય ક્રિકેટ રમી નહતી. ધોનીને મળેલી આ તકે તેની આખી લાઇફ બદલી નાખી. એમએસ ધોની પોતાના વાળની સ્ટાઇલ માટે પણ જાણીતો રહ્યો છે. ધોની સમય સમયે હેર સ્ટાઇલ બદલતો રહે છે. એક સમયે ધોનીના લાંબા વાળ જોઇ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે તેને કપાવવાની ના પાડી હતી. પોતાની સ્કૂલમેંટ સાક્ષી સાથે તેણે 4 જુલાઈ 2010માં લગ્ન કર્યા અને હાલ ધોનીને એક દીકરી પણ છે જેનું નામ ઝીવા છે

Latest Stories