શિયાળામાં ડ્રાય સ્કીનથી બચવા અપનાવો આ 5 કુદરતી મોઈશ્ચરાઇઝર, ત્વચા રહેશે એકદમ સ્મૂધ......

શિયાળામાં સ્કિનનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. હવામાં ઠંડક અને તાપમાનમાં ઘટાડો થતાં તમારી સ્કીન પર તરત જ અસર થાય છે.

New Update
શિયાળામાં ડ્રાય સ્કીનથી બચવા અપનાવો આ 5 કુદરતી મોઈશ્ચરાઇઝર, ત્વચા રહેશે એકદમ સ્મૂધ......

શિયાળામાં સ્કિનનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. હવામાં ઠંડક અને તાપમાનમાં ઘટાડો થતાં તમારી સ્કીન પર તરત જ અસર થાય છે. ઠંડા વાતાવરણમાં તમારી સ્કિનને નરમ, કોમલ અને સારી રીતે હાઈડ્રેટ રાખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ એવા કુદરતી મોઈશ્ચ્રાઇઝર જે તમારી સ્કિનને એકદમ સોફ્ટ અને ગ્લોઇંગ રાખશે.

1. મધ

શિયાળા દરમિયાન તમારી સ્કિનને મોઈશ્ચ્રરાઈઝ રાખવા માટે મધ એક બેસ્ટ ઓપસન છે. મધ ના માત્ર તમારી સ્કિનને હાઈડ્રેટ કરે છે પરંતુ તેમાં રહેલા એંટીબેક્ટેરિયલ ગુણ જે ખીલ જેવી અનેક સમસ્યાને ઘટાડે છે. તમે થોડા ગરમ પાણીમાં મધ ભેળવીને એક મધ માસ્ક બનાવી શકો છો. તેને ચહેરા પર લગાવવાથી તમારી ત્વચા એકદમ સોફટ અને હાઈડ્રેટ રહેશે.

2. એલોવેરા

એલોવેરા એ શુષ્ક અને ખંજવાળ વાળી સ્કીન માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે, શિયાળાના કઠોર 4 મહિના માટે આ તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. એલોવેરા વિટામીન્સ, મિનરલ અને એમીનો એસિડથી ભરપૂર છે. જે સ્કિનમાં રહેલા ભેજને લાવવામાં ફરી મદદ કરે છે. તાજગી અને નમીની લાગણી લાવવા માટે તમારી સ્કિન પર એલોવેરાનું પાતળું પડ લગાવો. તે સંવેદનશીલ સ્કીન ધરાવતા કોલો લોકો માટે પણ યોગ્ય છે.

3. નારિયેળ તેલ

નારિયેળ તેલ બહુમુખી અને કુદરતી મોઈશ્ચ્રાઇઝર છે. આ તેલ શિયાળામાં તમારી સ્કીન માટે અદ્ભુત ફાયદા કરે છે. તે ફેટી એસિડથી ભરપૂર હોય છે.જે તમારી સ્કિનને હાઈડ્રેટ રાખવામા મદદ કરે છે. સ્નાન કર્યા પછી તમારી સ્કીન પર થોડી માત્રામાં નારિયેળ તેલ લગાવો. તેમાં બળતરા વિરોધી ગુણ પણ આવેલા હોય છે. જે સ્કિનને શાંત કરવામાં મદદ કરે છે.

4. ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ પણ એક કુદરતી મોઈશ્ચરાઇઝર છે. તે એંટીઓક્સિડેંટ્સ અને કુદરતી ચરબીથી ભરપૂર છે. જે તમારી સ્કિનને હાઈડ્રેટ અને ગ્લોઇંગ રાખે છે. તમારી સ્કીન પર ઓલીવ ઓઇલના ટીંપા લગાવો અને મસાજ કરો. આમ કરવાથી તમારી સ્કીન ભેજ યુકત રહેશે.

5. શિયા બટર

શિયા બટર શુષ્ક સ્કીન માટે લોકપ્રિય વિકલ્પ છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં, તે આફ્રિકન શિયા વૃક્ષના બદામમાંથી મેળવેલી કુદરતી ચરબી છે. અને તેમાં ઊંડા ભેજયુકત ક્ષમતાઓ માટે જાણીતી છે. શિયા માખણ અને એંટીઓક્સિડેંટ્સથી ભરપૂર છે. તંદુરસ્ત સ્કીન માટે તમે તેને તમારા ચહેરા પર લગાવી શકો છો.