શું તમારું વજન દિવસે ને દિવસે વધતું જાય છે? તો આજથી આ ફ્રૂટ્સ ખાવાનું બંધ કરી દો, વધતું વજન થઈ જશે કંટ્રોલ

મેદસ્વીતાએ ખૂબ જ મોટી સમસ્યા બની ગઇ છે. જો સમય રહેતા તેને કંટ્રોલ નહીં કરો તો બીજી ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડશે.

New Update
શું તમારું વજન દિવસે ને દિવસે વધતું જાય છે? તો આજથી આ ફ્રૂટ્સ ખાવાનું બંધ કરી દો, વધતું વજન થઈ જશે કંટ્રોલ

મેદસ્વીતાએ ખૂબ જ મોટી સમસ્યા બની ગઇ છે. જો સમય રહેતા તેને કંટ્રોલ નહીં કરો તો બીજી ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. વધતાં વજનને કંટ્રોલ કરવા માટે ડાયટ અને એકસરસાઇઝને સૌથી વધારે જરૂરી માનવામાં આવે છે. યોગ્ય ડાયટની મદદથી તમે તમારું વજન ઘટાડી શકશો. ફળોનું સેવન યોગ્ય રીતે કરવાથી ફાયદો થાય છે અને વજન ઘટાડવાની પ્રોસેસમાં ફાયદો થાય છે. પરંતુ અમુક એવા પણ ફાળો છે જેને ખાવાથી તમારું વજન વધતું જાય છે. જો તમારી પણ વેટ લોઝ ડાયટમાં આ ફળ સામેલ છે તો તરત જ બંધ કરી દો.

એવાકાડો

એવાકાડોએ હાઇ કેલેરી ફ્રૂટ છે. કહેવાય છે કે આ ફળ ના 100 ગ્રામમાં 160 કેલેરી હોય છે. એવાકાડો હેલ્ધી ફેટનો સારો એવો સ્ત્રોત છે. તો આ ફળ ના ખાવું.

કેરી

કેરી ખાવામાં ખૂબ જ સારી લાગે છે પરંતુ તે વજન વધારનારું ફળ છે. એક કપ કેરીનાં ટુકડામાં 99 કેલેરી હોય છે. આથી વધુ વજન વાળા લોકો તો કેરીથી દૂર જ રહેજો.

સુકી દ્રાક્ષ

સુકી દ્રાક્ષને પણ વધારે ખાવાથી વજન ઘટવાની જગ્યા પર વધી શકે છે. સુકી દ્રાક્ષમાં કેલેરી વધારે હોય છે. એક કપ દ્રાક્ષમાં 500 કેલેરી હોય છે અને એક કપ દ્રાક્ષમાં 450થી વધારે કેલેરી હોય છે.

કેળાં

કેળાંમાં કેલેરી ખુબ જ વધુ પ્રમાણ માં હોય છે. કેળાનું સેવન એ લોકોને કરવાનું કહેવામા આવે છે જે લોકોએ વજન વધારવાનો હોય. તો જે લોકોને વજન ઘટાડવાનો હોય તે લોકોએ કેળાનું સેવન કરતાં પહેલા એક વાર જરૂરથી વિચારજો કે વજન વધારવો છે કે ઘટાડવો.

દ્રાક્ષ

દ્રાક્ષમાં ખાંડ અને ફેટ બંનેનું પ્રમાણ હોય છે. જે તમારું વજન વધારી શકે છે. 100 ગ્રામ દ્રાક્ષમાં 67 કેલેરી અને 16 ગ્રામ ખાંડ હોય છે. તો જો તમારે વજન ઘટાડવું છે તો દ્રાક્ષ સેવન ના કરો તો સારું રહેશે.

Latest Stories