શું તમારા આંતરડામાં કીડા પડવા લાગ્યા છે? આ સંકેતોને અવગણશો નહીં.

જો આપણે સ્વાસ્થ્યને સારું રાખવું હોય, તો આપણા આંતરડાનું સ્વસ્થ હોવા જરૂરી છે. ઘણી વખત આંતરડામાં કરોડો બેક્ટેરિયા વધવા લાગે છે

શું તમારા આંતરડામાં કીડા પડવા લાગ્યા છે? આ સંકેતોને અવગણશો નહીં.
New Update

જો આપણે સ્વાસ્થ્યને સારું રાખવું હોય, તો આપણા આંતરડાનું સ્વસ્થ હોવા જરૂરી છે. ઘણી વખત આંતરડામાં કરોડો બેક્ટેરિયા વધવા લાગે છે જે શરીરના કાર્યને ખરાબ રીતે અસર કરે છે. આ સ્થિતિને સમયસર ઓળખાવી ખૂબ જ જરૂરી છે. અન્યથા તમે વધુ પડતાં બીમાર પડી શકો છો. તો ચાલો જાણીએ તમને કેવી રીતે ખબર પડશે કે તમારા આંતરડામાં કીડા કે નહીં…

1. એસિડ રિફ્લક્સ

ઘણી વાર તમે અનુભવ્યું હશે કે જ્મ્યાના થોડા કલાકો પછી તમને તમારા ગળામાં એસિડ જેવી બળતરાનો અનુભવ થશે. હકીકતમાં ખોરાકને પચાવવા માટેનું એસિડ પેટમાંથી નીકળીને તમારા ગળા સુધી આવી ગયું છે. જો તમને ઘણા સમયથી પેટ ફુલવાની સમસ્યા રહે છે તો તેને બિલકુલ હળવાશથી ના લેવી. આવી સ્થિતિમાં તાત્કાલિક તપસ કરીને જાણો કે શું તમારા પેટમાં કીડા તો નથી પડી ગયાને કે જે તમને પરેશાન કરે છે.

2. કબજિયાત

આંતરડામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ત્યારે કબજિયાત અને ઝાડા થવાની ફરિયાદ રહે છે. જ્યારે તમે બિનઆરોગ્યપ્રદ અને વાસી ખોરાક લેવાનું શરૂ કરો છો ત્યારે આવી પરિસ્થિતી સર્જાય છે. તેથી તાજા અને આરોગ્યપ્રદ ખોરાક ને જ પ્રાધાન્ય આપવું.

3. ઓડકાર

જો પેટમાં અપચાને કારણે વધુ ગેસ ભરાઈ જાય તો સમજી લો કે આંતરડામાં કઇક તકલીફ છે. ઘણી વાર આંતરડામાં બેક્ટેરિયાના વિકાસ ના કારણે આવું થતું હોય છે. જે એક ખતરનાક સ્થિતિ છે આવી પરિસ્થિતિમાં તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

#India #health #intestines #problem #signs #BeyondJustNews #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article