Connect Gujarat
આરોગ્ય 

ક્યાક તમે પણ આઇસ્ક્રીમ સમજીને ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાઈ રહ્યા ને? જાણો બંને વચ્ચે શું છે તફાવત

ઉનાળો શરૂ થતાં જ લોકો આઇસ્ક્રીમ પર તૂટી પડે છે. પણ શું તમે જાણો છો કે જેને તમે આઇસ્ક્રીમ સમજીને ખાવ છો તે હકીકતમાં આઇસ્ક્રીમ જ છે

ક્યાક તમે પણ  આઇસ્ક્રીમ સમજીને ફ્રોઝન ડેઝર્ટ તો  નથી ખાઈ રહ્યા ને? જાણો બંને વચ્ચે શું છે તફાવત
X

ઉનાળો શરૂ થતાં જ લોકો આઇસ્ક્રીમ પર તૂટી પડે છે. પણ શું તમે જાણો છો કે જેને તમે આઇસ્ક્રીમ સમજીને ખાવ છો તે હકીકતમાં આઇસ્ક્રીમ જ છે કે પછી બીજુ કઈ? બજારમાં આઇસ્ક્રીમના નામે વેચાતી વધુ પડતી વસ્તુઓ ફ્રોઝન ડેઝર્ટ છે જો કે આને ખરીદતી વખતે તેના પેકેટને ધ્યાનથી વાંચો. તમને સમજાય જશે કે જેને તમે આઇસ્ક્રીમ સમજી સહ્યા છો તેના પર ફ્રોઝન ડેઝર્ટ લખેલું છે.

ફ્રોઝન ડેઝર્ટ શું હોય છે?

તમે જેટલી પણ આઇસ્ક્રીમ ખાવ છો તેમાથી મોટા ભાગના ફ્રોઝન ડેઝર્ટ હોય છે. ફ્રોઝન ડેઝર્ટ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઑ થઈ શકે છે. જે રીતે આઇસક્રીમને બનાવવામાં શુધ્ધ દૂધનો ઉપયોગ કરવામાં આવે છે, ફ્રોઝન ડેઝર્ટને બનાવવામાં દૂધનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ આમાં ઘણું બધુ પામઓઇલ હોય છે. આ પામ ઓઇલ તમારા બેસ કોલેસ્ટ્રોલને વધારે છે. જ્યારે પણ તમે કોઈ આઇસ્ક્રીમ ખરીદશો અને જે હકીકતમાં ફ્રોઝન ડેઝર્ટ હશે તો તેના પેકેટ પર લખેલું હશે તેનાથી તમે જાણી શકશો કે જેમાં 10.2 વેજીટેબલ ઓઇલ કે વેજીટેબલ પ્રોટીન હોય છે. આ સાથે જ ફ્રોઝન ડેઝર્ટમાં વેજીટેબલ સોયા પ્રોટીન, લિક્વિડ ગ્લુકોઝ, સુગર સિરપ અને આ સાથે જ ઘણા સેન્થેટિક ફૂડ કલર જોવા મળે છે જે તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડે છે.

અસલી આઇસ્ક્રીમ કેવી હોય છે?

અસલી આઇસ્ક્રીમ કુલ્ફીને કહેવામા આવે છે. જેમાં કોઈ સેન્થેટિક સુગર સિરપ હોતું નથી. કોઈ સેન્થેટિક પામ ઓઇલ કે સેન્થેટિક ફૂડ કલર હોતો નથી. શુધ્ધ આઇસક્રીમમાં ફૂલ ફેટ મિલ્ક એટલે કે શુધ્ધ દૂધ, ઇલાઇચીનો પાવડર અને ખાંડ હોય છે. આ કારણ હોય છે કે તે દેખાવમાં ફ્રોઝન ડેઝર્ટ જેવુ સુંદર નથી લાગતું. જોકે આ તમારા સ્વાસ્થ્ય માટે એટલુ હાનિકારક હોતું નથી જેટલું ફ્રોઝન ડેઝર્ટ હોય છે. આ સાથે જ આનો સ્વાદ ફ્રોઝન ડેઝર્ટ કરતાં ખૂબ સારો હોય છે.

Next Story