Connect Gujarat
આરોગ્ય 

શું તમે પણ ગૂંથેલો લોટ ફ્રીજમાં મૂકો છો? તો ચેતી જજો, નહીં તો શરીર બની જશે બીમારીઓનું ઘર

શું તમે પણ ગૂંથેલો લોટ ફ્રીજમાં મૂકો છો? તો ચેતી જજો, નહીં તો શરીર બની જશે બીમારીઓનું ઘર
X

ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પગલે રોગચાળો વકરતો હોય છે. આવી સ્થિતિ વચ્ચે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સૌથી અગત્યની બાબત બની જતી હોય છે. ચોમાસાની ઋતુમાં ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડવાને લઈને રોગચાળો માથું ઊંચકે છે.

ઘણી વખત લોટમાં પાણી મિશ્રિત કરી લોટને બાંધી લીધા બાદ તે બગડે નહીં તે માટે ફ્રીજમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વરસાદની સિઝનમાં લોટમાં બેક્ટેરિયા થવાની શક્યતા વધતી હોય છે અને કેટલાક બેક્ટેરિયા એવા છે જે ફૂડ પોઈઝનીંગ થવાની ભીતિ જન્માવે છે. આ ઉપરાંત એસીડીટી અને કબજિયાત સહિતની ફરિયાદ પણ ઉઠતી હોય છે.

· બેક્ટેરિયાની સંખ્યા વધવાની શક્યતા

સંશોધનમાં કરાયેલા દાવા અંગે વાત કરવામાં આવે તો નીચા તાપમાનને પગલે બેક્ટેરિયાની સંખ્યા વધવાની શક્યતા રહે છે. વરસાદી ઋતુમાં લિસ્ટેરિયા મોનોસાયટોજીન્સ નામના બેક્ટેરિયા ગંભીર રોગોનું કારણ બનતા હોય છે. જે નીચા તાપમાને પણ આસાનીથી ઉદભવી શકે છે આથી ફ્રિજમાં સ્ટોર કરેલી વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેને વ્યવસ્થિત સાફ કરવી જોઈએ.

· ગેસ, એસિડિટીની થઇ શકે છે સમસ્યા

ફ્રિજમાં 10 થી 12 કલાક સુધી રાખવામાં આવતા લોટમાં બેક્ટેરિયા બને છે જે એક પ્રકારનું ઝેર ઉત્પન્ન કરે છે. તેના ઉપયોગથી આંતરડામાં ખૂબ મોટાપાયે નુકસાન કરે છે.પરીણામે એસીડીટી થવાનો ડર અને પેટ સંબંધિત અન્ય સમસ્યા થવાનું જોખમ વધે છે. તાજા લોટની રોટલી અને વાસી લોટની રોટલી નો માત્ર સ્વાદમાં જ ફર્ક નહિ પરંતુ પોષણમાં પણ ફર્ક પડે છે અને પોષણ ન મળવાને કારણે શરીર રોગનું ઘર બની જાય છે.

Next Story