આપણાં શરીરમાં લોહીની ખાસ જરૂરિયાત હોય છે. જ્યારે આપણાં શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે ત્યારે અનેક પ્રકારના રોગોની શરૂઆત આપણાં શરીરમાં થવા લાગે છે. આ માટે શરીરમાં લોહીની ઉણપ પૂરી કરવી કેએચબી જ જરૂરી છે. આ ડ્રિંક્સ તમારા શરીરમાં ઘટતા લોહીને પૂરું કરશે.
બીટનો જ્યૂસ
બીટનો જ્યૂસ આયરનથી ભરપૂર હોય ચે. આ જ્યૂસમાં ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, બીટેન અને વિટામીન સી પણ સારી માત્રામાં હોય છે. બીટનો જ્યૂસ પીવાથી લિવરમાંથી ટોક્સિન ફ્લશ આઉટ થાય છે અને લોહીમાં રહેલા રક્ત કોશિકાઓને વધારે ઓક્સીજન ઉપયોગ કરવા માટે શક્તિશાળી બનાવે છે.
ગ્રીન જ્યૂસ
ગ્રીન જ્યૂસમાં પાલક, બીટ, સ્વિસ કાર્ડ વગેરે મિક્સ કરીને બનાવવામાં આવે છે. આમાં લીંબુ, ઓરેન્જ વગેરે મિક્સ કરીને તમે બનાવો છો તો ટેસ્ટી બને છે અને પીવાની મજા આવે છે. ગ્રીન જ્યૂસમાં આયરનની સાથે-સાથે ફોલિક એસિડ, વિટામીન સી, ફોલેટ, કોપર, વિટામીન એ પણ હોય છે જે લોહીની ઉણપને પૂરી કરવાનું કામ કરે છે. દરેક લોકોએ અઠવાડિયામાં એક વાર ગ્રીન જ્યૂસ પીવો જોઇએ. આ જ્યૂસ તમે બાળકોને પણ પીવડાવી શકો છો.
પાલક જ્યુસ
કાજૂ અને પાલકનો જ્યૂસ શરીરમાં જલદી લોહીની ઉણપ પૂરી કરવાનું કામ કરે છે. આ પીવામાં ખૂબ ટેસ્ટી હોય છે. આ બનાવવામાટે એક કપ ફ્રેશ પાલક, બે કપ સ્ટ્રોબેરી, બે ચમચી બદામ અને એક કપ પ્રોટીન પાવડર મિક્સ કરો. આમાં કોકોનટ અને બદામ મિક્સ કરીને સેવન કરો. આ રસ તમે દરરોજ પીઓ છો તો હેલ્થને અઢળક ફાયદો થાય છે.
પ્રૂન જ્યૂસ: હેલ્થલાઇનની ખબર અનુસાર પ્રૂન જ્યૂસમાં નેચરલી લોહી વધારવાની શક્તિ હોય છે. પ્રૂન તેમજ રાસબરીનો જ્યૂસ તમે પીઓ છો તો સૌથી બેસ્ટ છે. રાસબરીના જ્યૂસમાં આયરન હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. તમે બીજા ફ્રૂટ્સ મિક્સ કરીને પણ જ્યૂસ બનાવી શકો છો. આ તમારી માટે એક બેસ્ટ રીતે સાબિત થાય છે.
દાડમ અને ખજૂરનો જ્યૂસ
દાડમ અને ખજૂરનો જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ જ્યૂસ પીવાથી શરીર સ્ટ્રોંગ થાય છે. આ જ્યૂસમાં આયરન અને વિટામીન સી હોય છે. આ બન્ને જ્યૂસ પીવાથી માત્ર હિમોગ્લોબીન નહીં, પરંતુ શરીરની નબળાઇ અને થાક પણ દૂર થાય છે.