Connect Gujarat
આરોગ્ય 

બટાકા ખાવાના શોખીનો સાવધાન! આ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે બટાકા

પોષણ તત્વોથી ભરપૂર બટાકાને શાકભાજીઓનો રાજા કહેવામાં આવે છે. કોઈ પણ શાક હોય જો તેમાં બટાકા નાખવામાં આવે તો તે અલગ જ સ્વાદ બનાવી લે છે.

બટાકા ખાવાના શોખીનો સાવધાન! આ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે બટાકા
X

પોષણ તત્વોથી ભરપૂર બટાકાને શાકભાજીઓનો રાજા કહેવામાં આવે છે. કોઈ પણ શાક હોય જો તેમાં બટાકા નાખવામાં આવે તો તે અલગ જ સ્વાદ બનાવી લે છે. જમીનમાં ઉગતા બટાકાની ન્યૂટ્રીશન વેલ્યુ પણ જગજાહેર છે. પરંતુ શું તમે જાણો છો કે બટાકા અનેક અર્થમાં આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. અને આ મુશ્કેલી બટાકામાં હાજર કાર્બોહાઈડ્રેડના કારણે વધે છે.

હાર્ડવર્ડ હેલ્થ અનુસાર બટાકામાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે. જેને આપણું શરીર ખૂબ જ ઝડપથી પચાવે છે. પણ તેનાથી આપણા શરીરનું બ્લડ શુગર અને ઇન્સ્યુલીન ઘણુ જ વધી જાય છે અને અચાનક ઘટી પણ જાય છે. ટેકનીકી રીતે સમજીએ તો મૂળમાં ઉગનારી શાકભાજીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ(GI) વધુ માત્રામાં હોય છે. એક રિપોર્ટ અનુસાર બટાકા ખાનારા લોકોમાં હાઈ બ્લ્ડ પ્રેશરનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને હાઈ બ્લડ પ્રેશર એ જીવલેણ સાબિત થઈ શકે છે. GI ફૂડ કન્ટેનિંગ કાર્બોહાઈડ્રેડ માટે એક રેટિંગ સિસ્ટમ છે જે એ દર્શાવે છે કે કોઈ ફૂડ ઝડપથી તમારા શરીરમાં બ્લડ શુગર (ગ્લુકોઝ) લેવલને પ્રભાવિત કરે છે. ફૂડ જેટલી ઝડપથી બ્લડ ગ્લુકોઝમાં તૂટે છે. બ્લડ શુગર લેવલ પર તેની તેટલી જ વધુ અસર પડે છે. આ શરીરમાં ટાઈપ-2 ડાયાબિટીસના જોખમની લાલબત્તી સમાન છે. આ સિવાય હાઈ ડાયટ્રી ગ્લાઈસેમિક વસ્તુઓ ખાધા તુરંત બાદ વ્યક્તિને ફરીથી ભૂખ લાગી શકે છે હાર્ડવર્ડ હેલ્થે ચેતવણી જાહેર કરી છે કે આ વસ્તુ ઓવરઈટિંગની મુશ્કેલીને વધારી શકે છે. એટલે ડાયટમાં તેનું સંતુલન બનાવવું જરૂરી છે.

Next Story