એવોકાડો છે અમૃત સમાન, અનેક પોષકતત્વોથી છે ભરપૂર, ખાવાથી હદય રહેશે એકદમ સ્વસ્થ….

એવોકાડો ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે કેટલાય વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.

એવોકાડો છે અમૃત સમાન, અનેક પોષકતત્વોથી છે ભરપૂર, ખાવાથી હદય રહેશે એકદમ સ્વસ્થ….
New Update

વિદેશી ફેવરિટ ફળોમાં એવોકાડોનું નામ પણ સામેલ છે. એવોકાડો ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે કેટલાય વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમ તો કેળા પોટેશિયમનો બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે કેળાથી વધારે પોટેશિયમ એવોકાડોમાં હોય છે. મોટા ભાગના લોકો એવોકાડોના ફાયદાથી અજાણ છે. આવો એવોકાડો ખાવાના અમુક ફાયદા વિશે આપણે અહીં જાણીએ.

· હદય રહેશે સ્વસ્થ

લાલ મીટ અને ડેરી પ્રોડક્ટ્સના સેવનથી શરીરમાં સૈચુરેટેડ ફૈટની માત્રા વધી જાય છે. તો વળી એવોકાડોને અનસૈચુરેટેડ ફેટનો બેસ્ટ સોર્સ કહેવાય છે. ત્યારે આવા સમયે એવોકાડો શરીરને બેડ કોલેસ્ટ્રોલને કમ કરીને હ્દયને હેલ્દી રાખવામાં મદદ કરે છે.

· એક્ટિવ રહેશે બ્રેન

એવોકાડોમાં વિટામિન ઈ અને એન્ટી ઓક્સિડેંટ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. જેના સેવનથી મગજ તેજ થાય છે અને આપને અલઝાઈમર જેવી બીમારી થવાનો ખતરો કમ રહે છે. તો વળઈ એવોકાડો ડેમેજ સેલ્સથી લડવામાં પણ સહાયક થાય છે.

· આંખ રહેશે હેલ્દી

એવોકાડોમાં લ્યૂટિન અને જેક્સૈન્થિન નામનું તત્વ જોવા મળે છે. જે આંખને નુકસાન પહોંચાડનારા હાનિકારક કિરણોથી દૂર રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત એવોકાડોમાં રહેલા એન્ટી ઓક્સીડેંટ તત્વ આંખની રોશની વધારવામાં કારગર સાબિત થાય છે. નિયમિત રીતે એવોકાડોના સેવન કરવાથી આંધણાપણાનો શિકાર થતાં બચી શકાય છે.

·તણાવથી છુટકારો

આજકાલ યુવાનોમાં તણાવ અને ડિપ્રેશનની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ત્યારે આવા સમયે એવોકાડોનું સેવન આપના માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. એવોકાડોમાં રહેલા ફોલેટ નામનું તત્વ મૂડને સારુ બનાવવાનું કામ કરે છે. જેનાથી આપ તણાવ મુક્ત અનુભવ કરી શકશો.

·વજન ઘટાડવામાં મદદ કરશે

એવોકાડોને મોનોસૈચુરેટિડ ફૈટ અને ફાઈબરનો બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. જેના સેવનથી વજન કમ કરવામાં મદદ મળે છે. ત્યારે આવા સમયે તમે એવોકાડોને મૈશ કરીને ચણા સાથે તેનું સેવન કરી શકશો. તે આપના માટે હેલ્દી નાશ્તો સાબિત થઈ શકે છે. સાથે જ તેને ખાવાથી મોટાપો કમ થવા લાગે છે.

· બોડીની એનર્જી બૂસ્ટર

એવોકાડોમાં વિટામિન બી, વિટામિન બી 1, વિટામિન બી 2 અને વિટામિન બી 3 ભરપૂર માત્રામાં હોય છે. ત્યારે આવા સમયે એવોકાડોના સેવનથી શરીરની એનર્જી બૂસ્ટ થાય છે. તો વળી એવોકાડોમાં મળતી એન્ટી ઈંફ્લેમેટરી તત્વ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં પણ સહાયક થાય છે.

·ત્વચામાં આવશે નિખાર

વિટામિન સી અને એન્ટી ઓક્સિડેંટ તત્વોથી ભરપૂર એવોકાડો ત્વચાને સૂરજના હાનિકારક કિરણોથી બચાવવામાં મદદ કરે છે. નિયમિત રીતે એવોકાડોના સેવનથી આપના ચહેરાની કરચલીઓ, સનબર્ન અને વધતી ઉંમરની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.


#India #Health Tips #fruits #eating #Avocado #Life style #Health Life
Here are a few more articles:
Read the Next Article