મનુષ્યના શરીરમાં બધા જ પ્રકારના વિટામિનની જરૂર હોય છે અને આ બધા જ વિટામીન્સ જો તેને યોગ્ય પ્રમાણમાં મળી રહે તો સ્વાસ્થ્યને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી પરંતુ જો આ બધા જ વિટામીન્સ માંથી કોઈ એક પણ વિટામિનની ઉણપ સર્જાઈ તો સ્વાસ્થ્યને અનેકગણું નુકશાન થઈ શકે છે. વિટામિન B12 ની ઉણપથી મગજમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આ વિટામિનની ઉણપને અવગણવાથી શરીરને અનેક પ્રકારના નુકશાન થઈ શકે છે. તો ચાલો જાણીએ વિટામિન B12 થી થતાં નુકશાન....
1. વિટામિન B12ની ઉણપથી મગજને પૂરતી માત્રામાં ઑક્સીજન પહોચતો નથી. જેના કારણે વ્યકતીને ચક્કર આવવા, માથાનો દુખાવો થવો અને બેભાન જેવી પરિસ્થિતી થઈ શકે છે.
2. વિટામિન B12ની ઉણપ નર્વસ સિસ્ટમને દખલ કરી શકે છે. જેના કારણે હાથ અને પગમાં દુખાવો થાય છે. પરિણામે ચાલવામાં અને ઊભા રહેવામાં તકલીફ પડે છે.
3. સંવેદનશીલતામાં પણ ગુમાવવી પડે છે, B12ની ખામીથી સંવેદનશીલતામાં ધટાડો થાય છે. જે વ્યકતીમાં અંધત્વ, અતિશય ભૂખ વગેરે જેવી શારીરિક અને માનસિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. આ સાથે જ દર્દીને મૂડ સ્વિંગ અને ડિપ્રેસનનો સામનો કરવો પડે છે.
4. વિટામિન B12ની ઉણપથી વાળ પણ ખરવા લાગે છે. આ સાથે જ બલ્ડ સર્ક્યુલેશનમાં ધટાડો થાય છે જે વાળના પોષણને અસર કરે છે.