ભાવનગર : અર્બન વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ અટકાયતીના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવતું આરોગ્ય તંત્ર

ભાવનગર જિલ્લામાં પોરાભક્ષક માછલી, ટાયરોમાં ભરાયેલાં પાણીને દૂર કરવું વગેરે પગલાઓ લેવામાં આવ્યાં

New Update

સામાન્ય રીતે ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતી હોય છે. આ મચ્છરોને કારણે મેલેરીયા જેવા રોગમાં વૃધ્ધિ થાય છે. તેને અટકાવવાં માટે મચ્છરોનો ઉદભવ ન થાય કે થાય તો તેને અટકાવવા માટેના પગલાં કારગર સાબિત થઇ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ અગાઉ ભાવનગર જિલ્લામાં પોરાભક્ષક માછલી, ટાયરોમાં ભરાયેલાં પાણીને દૂર કરવું વગેરે પગલાઓ લેવામાં આવ્યાં હતાં. આ કડીમાં વૃધ્ધિ કરતાં ભાવનગર આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં આ ઘરની સફાઇ જાળવવા જેવાં ઉપાયો વિશે જાગૃતિ લાવવામાં આવી રહી છે.

ભાવનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.તાવીયાડ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી.બોરીચાની સૂચનાથી સિહોર અર્બન વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા, સોનગઢ, ટાણા, મઢડા, ઉસરડની ટીમો દ્વારા સિહોરનાં જુદા-જુદા વિસ્તારોમાં પોરાનાશક કામગીરી કરી મચ્છર ઉત્પત્તિ અટકાવીને મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા રોગો અટકાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. દર અઠવાડિયે રવિવારે ૧૦ વાગ્યે ૧૦ મિનિટે દરેક વ્યક્તિ પોતાના ઘરની સફાઈ કરવાં માટે આપવાં જાહેર અપીલ કરવામાં આવી હતી. આ ૧૦ મિનિટ તમારી પાસે રોગને આવતાં અટકાવશે તેવી સમજ આપવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા પાણીનાં પાત્રોને ઢાંકીને રાખવાં, દર અઠવાડિયે પાણીનાં પાત્રોને ઘસીને સાફ કરવા અને એક દિવસ ખાલી રાખીને એક દિવસ ડ્રાઈ દિવસ ઉજવવાં સહિતના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ સિવાય ચકલાના કુંડા, ગાયોની કુંડી દર અઠવાડીયે સાફ કરવાં સહિતના ઉપાયોનું નિદર્શન કરી જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયેશ વાકાણી, જિલ્લાના પ્રતિનિધિ સરોજ ઝાલા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલ પંડિત તથા સુપરવાઇઝરો સામદેવસિંહ ચુડાસમા, રાહુલ રમણા, વિક્રમ પરમાર, રાજદીપસિંહ ગોહિલ, સાજણ હાડગરણા દ્વારા સુપરવિઝન કરીને ટીમોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

#mosquito #urban area #Connect Gujarat #mosquito breeding #awareness mosquito breeding #awareness about mosquito breeding #Bhavnagar #bhavnagar news #Bhavnagar Health Department
Here are a few more articles:
Read the Next Article