Connect Gujarat
આરોગ્ય 

કાળા મરી ફક્ત સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે કામના, આ બીમારીઓમાં કરે છે દવા જેવું કામ

ખડી મસાલામાંથી એક મરી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અનેક એવી વાનગીઓ છે જેનો સ્વાદ કાળા મરીના કારણે વધે છે.

કાળા મરી ફક્ત સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે કામના, આ બીમારીઓમાં કરે છે દવા જેવું કામ
X

ખડી મસાલામાંથી એક મરી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અનેક એવી વાનગીઓ છે જેનો સ્વાદ કાળા મરીના કારણે વધે છે. જોકે કાળા મરી ફક્ત વાનગીનો સ્વાદ વધારવા માટે નહીં, પરંતુ શરીરનું સ્વાસ્થ્ય સુધારવા માટે પણ ઉપયોગી છે. કાળા મરીમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આજે તમને કાળામરી ખાવાના ફાયદા વિશે જણાવીએ.

હાર્ટ માટે લાભકારી

કાળા મરી એન્ટિક ઓક્સીડન્ટ તત્વોથી ભરપૂર હોય છે. તેથી કાળા મરીનું સેવન કરવાથી શરીરના ફ્રી રેડીકલ્સ અને ડેમેજ સેલ રીમુવ થવા લાગે છે. જેના કારણે તમને હાર્ટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

કેન્સરનું જોખમ ઘટે છે

કાળા મરીમાં એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ હોય છે. કાળા મરીનું સેવન કરવાથી શરીરને કેન્સર સામે લડવાની ક્ષમતા મળે છે. રિસર્ચ અનુસાર કાળા મરી ખાવાથી બ્રેસ્ટ અથવા તો બોન કેન્સર થવાનું જોખમ પણ ઘટી જાય છે.

ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે

કાળા મરી ખાવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે જેના કારણે શરીરનું મેટાબોલિઝમ પણ સુધરે છે. સાથે જ તેના હાઈડેન્સિટી લિપ પ્રોટીનથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે.

બ્લડ સુગર રહે છે કંટ્રોલમાં

કાળા મરીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થવા લાગે છે. કારણ કે કાળા મરી ઇન્સ્યુલિન નો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ કાળા મરીનું સેવન કરે તો તેમને ખૂબ જ ફાયદો થાય છે.

Next Story