દરેક વ્યક્તિને ચા કે કોફી પીવી ગમે છે. આજના નવતર પ્રયોગના જમાનામાં હવે વિવિધ પ્રકારની ચા અને કોફી પણ આપણને સરળતાથી મળી રહે છે. સવારમાં ઉઠ્યા છતા તાજગીસભર જાગવા માટે કે, પછી દિવસભરના થાકને દૂર કરવા માટે એક કપ કોફી પૂરતી છે. આજકાલ કોફીના ઘણા પ્રકારો ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક દિવસોથી બુલેટપ્રૂફ કોફી પીવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. બુલેટપ્રૂફ કોફીમાં વધુ કેલરી કન્ટેન્ટ હોય છે. આ કોફી ખાસ કરીને સવારે નાસ્તા દરમિયાન લેવામાં આવે છે, જે હેલ્થી ડાયેટને પણ સપોર્ટ કરે છે.
બુલેટપ્રૂફ કોફી માખણ અને MCT તેલથી બનાવવામાં આવે છે. તિબેટમાં કોફીના આ પ્રકારને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ કોફીનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. તેમાં વધુ પ્રમાણમાં ફેટ જોવા મળે છે પરંતુ તે વજન ઘટાડવાનું અદ્ભુત કામ પણ કરે છે.
કેવી રીતે બને છે બુલેટપ્રૂફ કોફી ?
હિમાલયમાં રહેતા લોકો લાંબા સમયથી આ કોફીનું સેવન કરે છે. આ કોફીમાં બટરનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક કિસ્સામાં તેને બટર કોફી પણ કહેવામાં આવે છે. આ કોફી સારી ગુણવત્તાના દાળોમાંથી બનાવવામાં આવે છે. તમે કોફીમાં યોગ્ય માત્રામાં ઘી અથવા માખણ ઉમેરી શકો છો. આ બધી વસ્તુઓને મિક્સ કરો. તે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘણી ટોચની હસ્તીઓ તેમના દિવસની શરૂઆત આ કોફી સાથે કરે છે.
બુલેટપ્રૂફ કોફીના ફાયદા :
એક્સપર્ટોનું માનવું છે કે બુલેટપ્રૂફ કોફી ચરબી બર્ન કરવામાં ઘણી મદદ કરે છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રામાં મળી આવે છે. શરીરની ચરબી ઘટાડીને, તે સ્થૂળતા એટલેકે મોટાપા અને વજન ઘટાડવા માટે કામ કરે છે, જ્યારે માખણના પોષક તત્વો શરીરને ફાયદો કરે છે.
બુલેટપ્રૂફ કોફીના પણ છે નુકસાન :
કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક જ હોય છે. બુલેટ કોફીનું સેવન કરતી વખતે ધ્યાન રાખો કે વધુ પડતી ચરબીનું સેવન ન કરો. આ કોફી તમારા શરીરને ફેટ બર્નિંગ મોડમાં લાવે છે પરંતુ તેની ખરાબ બાબત એ છે કે આમાંના કોઈપણ ઘટકોમાં પોષક મૂલ્ય નથી. ઘણા લોકો આ કોફી વધારે પીવે છે આથી તેમનામાં ઘણા પોષક તત્વોની ઉણપ ઉભી થાય છે.
બુલેટપ્રૂફ કોફી પીવી કેટલી સલામત ?
કીટોજેનિક ડાયટ ફોલો કરતા લોકો માટે બુલેટપ્રૂફ કોફી સૌથી વધુ ફાયદાકારક છે. આ સિવાય જેમનું કોલેસ્ટ્રોલ લેવલ નથી વધતું તેમના માટે ફાયદાકારક છે. તદુપરાંત વજન ઘટાડવા માંગતા લોકો પણ તેનું સેવન કરી શકે છે. બુલેટપ્રૂફ કોફી લેતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.