Connect Gujarat
આરોગ્ય 

શરીરમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ ફટાકમાં દૂર થઈ જશે, આ 5 ચીજોને સામેલ કરો તમારા ડાયટમાં....

લોકો ડાયાબિટીસ, હાઇ બીપી અને કોલેસ્ટ્રોલ જેવી અનેક ગંભીર બીમારીઓનો ભોગ બને છે. આમાંનું એક કોલેસ્ટ્રોલ જે હદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારે છે.

શરીરમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ ફટાકમાં દૂર થઈ જશે, આ 5 ચીજોને સામેલ કરો તમારા ડાયટમાં....
X

આજની ખરાબ લાઇફસ્ટાઇલના કારણે લોકોમાં રોગનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. લોકો ડાયાબિટીસ, હાઇ બીપી અને કોલેસ્ટ્રોલ જેવી અનેક ગંભીર બીમારીઓનો ભોગ બને છે. આમાંનું એક કોલેસ્ટ્રોલ જે હદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારે છે. શરીરમાં 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે એક ગુડ કોલેસ્ટ્રોલ અને એક બેડ કોલેસ્ટ્રોલ. ગુડ કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને તે ઘણા ફાયદાપણ કરે છે. જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ શરીરની નસોમાં જમા થાય છે અને બ્લોકેજ જેવી અનેક સમસ્યાઓનું કારણ બને છે. તો અમે આજે એવા ઘરેલુ ઉપચાર વિષે જણાવીશું જે ખરાબ કોલેસ્ટ્રોલને ફિલ્ટર કરશે અને તમને સ્વસ્થ રાખવામા મદદ કરશે...

ડુંગળી

જો તમે કોલેસ્ટરોલની સમસ્યાથી પીડાતા હોવ તો તમે રોજ ડુંગળીનું સેવન કરો. લાલ ડુંગળી તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરશે. તેનું સેવન કરવા માટે સૌથી પહેલા લાલ ડુંગળીનો રસ કાઢો. પછી તેમાં લગભગ એક ચમચી મધ ઉમેરો. આ બંને વસ્તુઓને એક સાથે ભેળવીને પીવાથી તમારું વધેલું કોલેસ્ટ્રોલ થોડા જ દિવસોમાં ઓછું થવા લાગશે.

નારિયેળનું તેલ

સામાન્ય રીતે લોકો રસોઈમાં સરસવ અથવા તો કોઈ બીજા રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ રસોઈમાં તમારે એવા તેલનો ઉપયોગ કરવો જોઈએ જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. કારણ કે રસોઈમાં વપરાતું તેલ શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે. તેથી રસોઈમાં સારા તેલનો ઉપયોગ કરો. તમે રોજ 2 થી 3 ચમચી નારિયેળના તેલનો ઉપયોગ કરી શકો છો. આ તમારા વધેલા કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરશે. આનાથી શરીરને અન્ય ફાયદાઓ પણ થાય છે.

માછલી

માછલીનું સેવન વધતાં કોલેસ્ટ્રોલને ઘટાડે છે. માછલીમાં ઓમેગા 3 અને ફેટી એસિડ જોવા મળે છે. જો તમે પણ વધેલા કોલેસ્ટરોલથી પરેશાન છો તો માછલી તમારા માટે ઉત્તમ છે. તેથી તમારા આહારમાં માછલીનો ઉપયોગ કરો. વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે અઠવાડિયામાં 2 વાર માછલી ખાઈ શકો છો.

લસણ

કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે લસણ ખૂબ જ ફાયદાકારક છે. હકીકતમાં લસનમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટેના ગુણ હોય છે. લસણને તમારા ડાયેટમાં ડાયટમાં સામેલ કરવાથી તમારા શરીરમાં જમા થયેલ બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવશે.

ધાણા

ધાણામાં હાજર એંટીઓક્સિડેંટ્સ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ધાણામાં વિટામિન સી, વિટામિન એ અને અનેક બીજા પોષકતત્વો આવેલા હોય છે. જે વધેલા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તમે રોજ ધાણાના બીજ એટલે કે સૂકા ધાણાનું પાણી પી શકો છો. તેને બનાવવા માટે એક ચમચી ધાણા લો તેમાં પાણી નાખી તેને ગેસ પર ઉકાળો અને પછી ગાળીને પી જાવ. કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક છે.

Next Story