Connect Gujarat
આરોગ્ય 

વાળને મૂળથી મજબૂત કરવામાં મદદરૂપ થાય છે કોફી, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ.....

કોફી તમને એનર્જી તો આપે જ છે સાથે સાથે તે સ્કીન અને હેર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

વાળને મૂળથી મજબૂત કરવામાં મદદરૂપ થાય છે કોફી, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ.....
X

કોફી તમને એનર્જી તો આપે જ છે સાથે સાથે તે સ્કીન અને હેર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમે તેને તમારી હેરકેર રૂટિનમાં પણ સામેલ કરી શકો છો. કોફીમાં એંટીઓક્સિડેંટ ગુણ આવેલા હોય છે. જે તમારા વાળને નરમ અને ચમકદાર બનાવે છે. આની સાથે જ તમારા વાળનો ગ્રોથ પણ વધારે છે. તમે કોફીથી ઘણા પ્રકારના માસ્ક બનાવી શકો છો.

કોફી અને એલોવેરા

1 બાઉલમાં 1 ચમચી કોફી પાવડર લો. તેમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને બંને વસ્તુઓને મિક્સ કરો. અને માથામાં મસાજ કરો. અડધા કલાક સુધી તેને એમ જ છોડી દીધા પછી વાળમાં શેમ્પૂ કરીને વાળને બરાબર સારી રીતે ધોઈ નાખો. આ પેસ્ટ તમારા વાળને કુદરતી રીતે સુંદર બનાવવાનું કામ કરશે. તમે અઠવાડિયામાં એક વાર આ માસ્ક લગાવી શકો છો.

કોફી અને દહીં

1 બાઉલમાં 2 ચમચી દહીં લો. તેમાં કોફી પાવડર ઉમેરો, આ બંને વસ્તુઓને મિક્સ કરીને માથા પર લગાવો. આ દહીં અને કોફીના માસ્કને અડધો કલાક સુધી એમ જ રાખ્યા બાદ વાળને સારી રીતે શેમ્પુથી ધોઈ નાખો.

કોફી અને કોકોનટ મિલ્ક

1 ચમચી કોફી પાવડરમાં 2 ચમચી કોકોનેટ મિલ્ક ઉમેરીને તેની પેસ્ટ બનાવો, આ પેસ્ટને અડધા કલાક સુધી માથા અને વાળની ચામડી પર લગાવીને રાખો. આ પછી તેને શેમ્પૂથી ધોઈ નાખો. તમે અઠવાડીયા માં એક થી 2 વખત આ ફેશપેકનો ઉપયોગ કરી શકો છો. તે તમારા વાળની ચમક વધારશે. તમે થોડા સમય માટે તેનાથી તમારા વાળને મસાજ કરો. તે સ્ક્રબનું કામ કરે છે અને માથા પર જમા થયેલી ગંદકી દૂર થાય છે.

કોફી અને ઓલીવ ઓઇલ

1 બાઉલમાં 1 ચમચી કોફી પાવડર લો. તેમાં 2 ચમચી ઓલિવ ઓઇલ નાખીને તેની પેસ્ટ બનાવો. તેનાથી માથાની ચામડી અને વાળમાં મસાજ કરો. તેને થોડી વાર માટે વાળમાં રાખો. આ પેક તમારા વાળને નરમ અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

Next Story