શું તમે ક્યારેય કોલ્ડ વોટર થેરાપી લીધી છે? જાણો તેના અઢળક ફાયદા....

New Update
શું તમે ક્યારેય કોલ્ડ વોટર થેરાપી લીધી છે? જાણો તેના અઢળક ફાયદા....
Advertisment

તમે ક્યારેય કોલ્ડ વોટર થેરપી લીધી છે. જ્યારે 15 ડિગ્રી કે તેનાથી ઓછા તાપમાનમા ઠંડા પાણીથી 10 થી 15 મિનિટ નાહીએ છીએ તેને કોલ્ડ વોટર થેરાપી કે હાઈડ્રો થેરપી કહેવામા આવે છે. આ એક એવિ થેરાપી છે જેમાં બોડીને આરામ મળે છે. ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે આ થેરાપીથી શરીરમાં વાઇટ બ્લડ સેલ્સનું સ્તર વધે છે. આ સાથે જ આનાથી અન્ય પણ ઘણા બધા ફાયદાઓ થાય છે.

Advertisment

કોલ્ડ વોટર થેરાપીના ફાયદાઓ.....

1. કોલ્ડ વોટર થેરપી તમારા શરીરની સુરક્ષા પ્રણાલીને ઉત્સાહિત કરે છે. આ બીમારી સામે લડવાની તમારી ક્ષમતામાં સુધારો કરી શકે છે. આનાથી બ્લડ સેલની સંખ્યામાં વધારો થાય છે. જે શરીરને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

2. ઠંડુ પાણી કોઈ પણ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિની સારવાર નથી પરંતુ અમુક અભ્યાસ પરથી જાણ થઈ છે કે ઠંડા પાણીમાં તરવાથી અમુક લોકોમાં હતાશા અને ચિંતાના લક્ષણોને ઓછા કરવાની મદદ કરે છે.

3. કોલ્ડ વોટર થેરપી લેવાથી શરીરમાંથી તમામ ટોક્સિંસ બહાર નીકળે છે સર્ક્યુલેટરી સિસ્ટમ રીપેર થાય છે. કોલ્ડ વોટર થેરાપીની બ્લડ સર્ક્યુલેશનમા સુધારો થાય છે. આ થેરાપીથી બોડીમાં ઓક્સિજનનો પ્રવાહ પણ સુધરે છે.

4. આ સિવાય ઠંડા પાણીમાં નાહવાથી તમારો મૂડ બુસ્ટ થાય છે. ઠંડા પાણીમાં ડૂબવાથી ડોપામાઇનનું પ્રમાણ 150 ટકા વધી જાય છે.

5. કોલ્ડ વોટર થેરાપીથી માંસપેશીઓમાં થતાં દુખવાથી છુટકારો મળે છે. ઠંડા પાણીથી બ્લડ લેવલ સંકોચાય છે જેથી દુખાવો થતાં ભાગમાંથી લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. જેનાથી સોજો કે દુખાવો ઓછો થાય છે. આ જ કારણ છે કે જ્યારે કોઈને ઇજા કે માંસપેશીઓ ખેંચાઇ છે ત્યારે બરફ લગાવવાનું કહે છે.

Advertisment

6. કોલ્ડ વોટર થેરાપીથી બોડી રિલેક્સ થાય છે. સાથે જ મેલાબોલીઝમમાં પણ વધારો થાય છે. આ સિવાય જરૂરિયાત કરતાં વધુ ગરમી થાય છે તો જો તમે ઠંડા પાણીમાં શરીરને દૂબાળી રાખો છો તો આનાથી ઓવર હીટિંગની સમસ્યાઓ દૂર થાય છે.

7. કોલ્ડ વોટર થેરાપીથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. કોલ્સ વોટર થેરપી બ્રાઉન ફેટને એક્ટિવેટ કરે છે. જે બોડીમાં ગરમી પેદા કરે છે. આ સિવાય આ કેલેરી બર્ન કરે છે.